Home /News /lifestyle /ડાયાબિટીસ છે? તો બસ આટલું ધ્યાન રાખો, ક્યારે સુગર નહીં વધે અને રિપોર્ટ નોર્મલ આવશે
ડાયાબિટીસ છે? તો બસ આટલું ધ્યાન રાખો, ક્યારે સુગર નહીં વધે અને રિપોર્ટ નોર્મલ આવશે
સાંજનું જમવાનું વહેલા જમી લો.
Diabetes care: ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ એક ચિંતાનો વિષય બની રહે છે.
Diabetes care: દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થનું અનેક રીતે ઘ્યાન રાખવાનું હોય છે. એક અહેવાલ મુજબ ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને રાત્રીના ભોજન પર ધ્યાન આપવુ જોઇએ. એક અહેવાલ મુજબ દિવસ જતા ડાયાબિટીસના કેસમાં સતત વઘારો થશે અને દરેક ઘરમાં એક કેસ ડાયાબિટીસનો હશે. જો કે આ એક દેશ માટે ચિંતાનો વિષય છે. આમ, તમારા ઘરમાં તેમજ ફેમિલીમાં કોઇને ડાયાબિટીસ છે તો આ ટિપ્સ ખાસ કરીને ફોલો કરો. આ ટિપ્સથી સુગર કંટ્રોલમાં રહેશે અને રિપોર્ટ પણ સારો આવશે.
તમને ડાયાબિટીસ છે તો તમે પ્રોપર રીતે તમારા ડોક્ટરના કહ્યા પ્રમાણે ડાયટ ફોલો કરો. ઘણાં બધા ડાયાબિટીસના લોકો એવા હોય છે જે ડાયટને પ્રોપર રીતે ફોલો કરતા હોતા નથી. આમ, જો તમે ડાયટને પ્રોપર રીતે ફોલો કરો છો તો સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને બીજુ કોઇ નુકસાન પણ થતુ નથી.
એક્સેસાઇઝ કરો
એક્સેસાઇઝ કરવાની આદત પાડો. તમને ડાયાબિટીસ છે તો તમે રૂટિનમાં એક્સેસાઇઝ કરવાની આદત પાડો. એક્સેસાઇઝ કરવાથી હેલ્થ સારી થાય છે. આ સાથે જ તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આમ, તમે યોગા ટિચર પાસે પણ યોગા શીખીને હેલ્થને સારી રાખી શકો છો. આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
તમને ડાયાબિટીસ છે તો તમે ગળ્યુ ખાવાનું બંધ કરી દો. ઘણાં બધા ડાયાબિટીસના દર્દીઓ ગળ્યુ ખાતા હોય છે. આમ, તમને ડાયાબિટીસ છે તો તમારે જરા પણ ગળ્યુ ખાવુ જોઇએ નહીં. આ સાથે જ તમે એક્સેસાઇઝ કરીને બેલેન્સ કરો.
સાંજનું જમવાનું વહેલું કરો
તમને ડાયાબિટીસ છે તો તમે રાત્રીનું ભોજન વહેલા કરી દો. રાત્રીનું ભોજન મોડા કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ જમીને તરત ઊંઘવાની આદત હોય તો આજે જ બદલી નાખો જેથી કરીને તમારી હેલ્થને નુકસાન ના થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર