Home /News /lifestyle /Dengue માં ફાસ્ટ પ્લેટલેટ્સ વધારવા તુલસીના ઉકાળામાં નાંખો આ એક વસ્તુ, દાખલ પણ નહીં થવું પડે!
Dengue માં ફાસ્ટ પ્લેટલેટ્સ વધારવા તુલસીના ઉકાળામાં નાંખો આ એક વસ્તુ, દાખલ પણ નહીં થવું પડે!
આ રીતે વધારી દો પ્લેટલેટ્સ
Dengue: હાલમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુના કેસમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે જે વ્યક્તિ માટે ઘણી વાર રિસ્ક જેવું સાબિત થાય છે. આ સમયમાં ઘણાં દર્દીઓનું મૃત્યુ પણ થતુ હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુના કેસમાં તાવ આવવો એ એક લક્ષણ છે. પરંતુ ડેન્ગ્યુ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં સતત વઘારો થાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી થાય છે. જ્યારે આ મચ્છર કોઇ વ્યક્તિને કરડી જાય છે ડેન્ગ્યુ વાયરસ શરીરમાં એન્ટ્રી કરે છે. આ વાયરસને કારણે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. આ વાયરસથી સતર્ક રહેવાની દરેક લોકોએ જરૂર છે.
આમ, જો તમે આ બીમારીમાં સપડાવો એ પહેલાં જ એલર્ટ થઇ જાવો છો તો તમારી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતા નથી અને સ્વાસ્થ્ય સારું રહે છે. ડેન્ગ્યુથી બચવા હંમેશા ધ્યાન રાખો કે તમારી આસપાસ કોઇ પણ જગ્યાએ પાણી ભરેલું ના હોય. ભરેલા પાણીમાં ડેન્ગ્યુ મચ્છર થાય છે, જે દિવસે લોકોને કરડે છે.
જો કોઇ વ્યક્તિ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયુ છે ત્યારે કેટલાક લક્ષણો એવા હોય છે જે તમને શરૂઆતથી જ ખ્યાલ આવવા લાગે છે, જેમાં સામાન્ય તાવ આવવો, માથુ દુખવું પછી પછી અચાનક તાવનું ટેમ્પરેચર વધી જવું. આમ, જ્યારે તમને ડેન્ગ્યુ થાય અને પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા લાગે ત્યારે આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ ઉપાયો અને ફિટ રહો તમે પણ..
તુલસી
આર્યુવેદ અનુસાર ડેન્ગ્યુના તાવમાં તુલસી બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમે 8 થી 10 તુલસીના પાનની સાથે 4 કાળા મરીને એક ગ્લાસ પાણીમાં નાંખો અને ઉકાળી લો. ત્યારબાદ આ પાણી અડઘો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.
આ પાણી તમારે દિવસમાં ત્રણ વાર પીવાનું રહેશે. આ પાણી પીવાથી તમારા પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે અને સાથે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. આ પાણી શરીરમાં એન્ટી બેક્ટેરીયલની જેમ કામ કરે છે.
પપૈયુ
ડેન્ગ્યુના તાવમાં સૌથી બેસ્ટ પપૈયુ છે. પપૈયામાં રહેલા ગુણો ડેન્ગ્યુમાં ઘટી ગયેલા પ્લેટલેટ્સ કાઉન્ટ્સને વધારવાનું કામ કરે છે. આ સાથે જ તમારું પાચન તંત્ર પણ સારું કરે છે. પપૈયાનો જ્યૂસ પીવાથી શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઝડપથી વધવા લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર