Home /News /lifestyle /ઠંડીમાં ખજૂર ખાવાના આ ફાયદાઓ જાણીને ચોંકી જશો, સ્ટેમિના બુસ્ટ કરવાની સાથે થાય છે આ લાભ
ઠંડીમાં ખજૂર ખાવાના આ ફાયદાઓ જાણીને ચોંકી જશો, સ્ટેમિના બુસ્ટ કરવાની સાથે થાય છે આ લાભ
હાડકાં મજબૂત થાય છે.
Benefits of dates: અનેક ગુણોથી ભરપૂર ખજૂર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ખજૂરમાં રહેલા ગુણો તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ખજૂર તમે બાળકોને પણ ખાવા આપો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખજૂર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ખજૂરમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટસ હોય છે જે અનેક બીમારીઓમાં સામે લડવામાં મદદ કરે છે. ખજૂરને તમે ડ્રાય કરીને ખાઓ છો તો એમાં પૌષ્ટિક્તા વધી જાય છે. ખજૂરમાં કેલરનું પ્રમાણ સારું હોય છે. આ માટે તરત જ સ્ટેમિના બુસ્ટ કરે છે. ખજૂર ખાવાથી મગજ તેજ થાય છે અને સાથે હાડકાં મજબૂત બને છે. હેલ્થલાઇન ખબર અનુસાર 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહેલું છે. આ સિવાય 277 કેલરી એનર્જી મળે છે. ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગનીઝ, આયરન, વિટામીન બી 6 અને ફાઇબર હોય છે. આ સિવાય ખજૂરમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. તો જાણો ખજૂરના ફાયદાઓ વિશે...
હેલ્થલાઇન અનુસાર ખજૂર મગજને તેજ કરવાનું કામ કરે છે. બ્રેનમાં કોઇ કારણોસર ઇન્ટરલ્યૂકિન આઇએલ 6 પદાર્થ હોય છે જે એક રીતે સોજો હોય છે. એક અધ્યયન અનુસાર ખજૂરનું સેવન મગજના આઇએલ 6ને ઓછુ કરે છે.
હાડકાં મજબૂત કરે
ઘણાં લોકો એવા હોય છે જે દરરોજ ખજૂર ખાતા હોય છે. આમ, જો તમને પણ રોજ ખજૂર ખાવાની આદત છે તો આ સૌથી બેસ્ટ છે. ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ માટે નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોએ ખજૂર ખાવી જોઇએ.
પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણ એમના વિડીયોમાં કહે છે કે ખજૂર અત્યંત શક્તિવર્ધક હોય છે જે સ્ટેમિના બુસ્ટ કરે છે અને સાથે શરીરને તરત એનર્જી આપે છે. એમને કહ્યું છે કે ખજૂરના પાન પણ પૌષ્ટિક હોય છે.
ડાયજેશન સિસ્ટમ સારી કરે
ખજૂરમાં પર્યાપ્ત માત્રામાં ડાઇટ્રી ફાઇબર હોય છે જે પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. ખજૂરનું સેવન કરવાથી શરીરમાં આયરનની ઉણપ પૂરી થાય છે. આમ, જો તમે રોજ 3 થી 4 ખજૂર પલાળેલી ખાઓ છો તો પેટની સમસ્યા સારી થાય છે. ઘણાં લોકોને પેટને લગતી સમસ્યાઓ થતી હોય છે. આમ, જો તમને પણ આવો પ્રોબ્લેમ છે તો ખજૂર બેસ્ટ છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર