Home /News /lifestyle /Explainer: સાયન્સ કેમ કહે છે રોજ સ્નાન કરવું જરૂરી નહીં, પરંતુ નુકસાનકારક પણ, દરેક લોકો માટે જાણવું ખાસ જરૂરી

Explainer: સાયન્સ કેમ કહે છે રોજ સ્નાન કરવું જરૂરી નહીં, પરંતુ નુકસાનકારક પણ, દરેક લોકો માટે જાણવું ખાસ જરૂરી

સ્કિનનું નેચરલ ઓઇલ સુકાઇ જાય છે.

Why bath daily is not good for health: ભારતીય સંસ્કૃતિમાં રોજ સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે, પરંતુ તમને એક વાત જાણીને એ નવાઇ લાગશે કે આ વિશે સાયન્સનું કંઇક અલગ જ કહેવું છે. આ સાથે જ ભારત દેશમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું મહત્વ વઘારે છે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય સંસ્કૃતિમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. આપણાં દેશમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું મહત્વ વઘારે છે. દરરોજ સ્નાન કરવાની એક પૌરાણિક માન્યતા પણ છે. તહેવારોનાં દિવસોમાં સવારમાં ઉઠીને સ્નાન કરવું લોકો જરૂરી માનતા હોય છે. પૂર્ણિમા અને અન્ય મહત્વપૂર્ણ તિથિ પર હરદ્રારથી લઇને બીજી અનેક જગ્યાઓ પર નદીમાં સ્નાન કરવાનું મહત્વ રહેલું છે. અમુક ખાસ દિવસોમાં લાખો લોકોની ભીડ નદીમાં સ્નાન કરવા માટે થતી હોય છે. એવામાં ભારતમાં સ્નાન કરવાનું મહત્વ બીજા બધા કરતા અલગ અને વધારે છે. સામાન્ય રીતે ભારતના લોકો દુનિયામાં સૌથી વઘારે સ્નાન કરનાર લોકોની લિસ્ટમાં સામેલ છે.

  ધાર્મિક માન્યતાઓ અનુસાર ભારતમાં લોકો રોજ સ્નાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે રોજ સ્નાન કરવાથી તન અને મન ફ્રેશ રહે છે અને સાથે શરીર પવિત્ર થાય છે. પરંતુ આ વિશે સાયન્સ કંઇક અલગ જ કહે છે.

  આ પણ વાંચો:સાંધાના દુખાવા ગાયબ કરવા આ લોટની રોટલી ખાઓ

  સાયન્સ માને છે કે તમે રોજ સ્નાન કરો છો તો તમે નુકસાન કરી રહી રહ્યા છો. આ સાથે જ તમારી પ્રતિરોધક ક્ષમતા પણ ઓછી કરી રહ્યા છો. દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટ માને છે કે ઠંડીમાં તમે રોજ સ્નાન નથી કરી રહ્યા તો આ તમારી હેલ્થ અને સ્કિન માટે સારું જ છે. જરૂરિયાત કરતા વઘારે સ્નાન કરવાથી સ્કિનને નુકસાન પહોંચી શકે છે.

  ઘણાં રિસર્ચમાં એ વાત સાબિત થઇ છે કે સ્કિનમાં એટલી ક્ષમતા હોય છે કે એ પૂરી રીતે પોતાને સાફ કરી શકે. તમે જીમમાં જતા નથી અને રોજ પરસેવો થતો નથી, ધૂળ-માટીમાં કામ કરતા નથી તો તમારે રોજ સ્નાન કરવું જરૂરી નથી.

  ગરમ પાણીથી સ્નાન કરવાથી નુકસાન


  તમને જણાવી દઇએ કે તમે ઠંડીમાં વધારે સમય સુધી અને વધારે ગરમ પાણીથી સ્નાન કરો છો તો નુકસાન થાય છે. આનાથી સ્કિન ડ્રાય થઇ શકે છે. આ સાથે જ શરીરનું નેચરલ ઓઇલ પણ નિકળી જાય છે. શરીરનું આ નેચરલ ઓઇલ આપણાં દરેક લોકો માટે ખૂબ જરૂરી છે.

  આ પણ વાંચો:વધારે ગરમ પાણીથી સ્નાન કરવાની આદત છે?

  જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસટન્ટ પ્રોફેસર ડોક્ટર સી બ્રેડન મિશેલ આ વિશે કહે છે કે ન્હાવાથી સ્કિનનું નેચરલ ઓઇલ નિકળી જાય છે જેના કારણે ગુડ બેક્ટેરિયા દૂર થઇ જાય છે. આ બેક્ટેરિયા ઇમ્યુનિટી સિસ્ટમને સપોર્ટ કરે ચે. આ માટે ઠંડીમાં અઠવાડિયામાં બેથી ત્રણ વાર જ સ્નાન કરવું જોઇએ.

  અમેરિકન વિશ્વવિદ્યાલય ધ યુનિવર્સિટી ઓફ ઉતહના જેનેટિક્સ સાઇન્સ સેન્ટરના એક અધ્યયન અનુસાર વઘારે સ્નાન કરવાથી માનવ શરીરના સુરક્ષાતંત્રને નુકસાન પહોંચે ચે. રોગો અને વિષાણું સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે. ખાવાનું પચાવવામાં અને વિટામીન તેમજ બીજા પોષક તત્વો પણ પ્રભાવિત થાય છે.

  નખને પણ નુકસાન પહોંચે


  તમને જાણીને નવાઇ લાગશે કે તમે રોજ સ્નાન કરો છો તો તમારા નખને પણ નુકસાન પહોંચે છે. રોજ સ્નાન કરવાથી નખની ઓરિજનલ ચમક અને ચીકાશ ઓછી થઇ શકે છે, જેના કારણે નખ નબળા પડી શકે છે.  કોલમ્બિયા યુનિવર્સિટીના સંક્રામક રોગના ડોક્ટર એલાઇન લારસને એ અભ્યાસ કર્યો હતો..જેમા રોજ સ્નાન કરવાને કારણે સ્કીન ડ્રાય થાય છે અને સાથે નબળી પડે છે. આ સાથે જ સંક્રમણનો ખતરો ઝડપથી વધે છે. આ માટે રોજ સ્નાન કરવું જોઇએ નહીં.

  ભારત સ્નાન કરવામાં સૌથી આગળ


  એક સર્વેમાં જાણવા મળ્યું છે કે રોજ સ્નાન કરવાના કેસમાં દુનિયામાં ટોચ દેશોમાં ભારત, જાપાન અને ઇન્ડોનેશિયાના લોકો આગળ છે. અમેરિકા તેમજ પ્રશ્વિમના દેશોના અનેક સંશોધનમાં આ વાત સાબિત થઇ છે કે રોજ સ્નાન કરવું એ પાણી ખોટો બગાડ નથી, પરંતુ શારિરિક અને માનસિક રીતે હાનિકારક છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Health care tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन