Home /News /lifestyle /ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય? જાણો આ વિશે, સાથે આ ફાયદાઓ જાણીને ચોંકી જશો તમે પણ
ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય? જાણો આ વિશે, સાથે આ ફાયદાઓ જાણીને ચોંકી જશો તમે પણ
દહીંમાં કેલ્શિયમ સારું હોય છે.
Eating curd in winter: દહીં અનેક લોકોને પ્રિય હોય છે. દહીં ખાવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. ખાસ કરીને ઠંડીમાં દહીં ખાવાથી અનેક લોકો ડરતા હોય છે. અનેક લોકો એવું વિચારતા હોય છે કે ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય છે. આમ, જો તમે પણ આવું વિચારી રહ્યા છે તો ખાસ આ વાંચી લો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગરમી હોય કે ઠંડી..દહીં ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. દહીં ઠંડીમાં ખાવાની પણ મજા આવે છે. પરંતુ અનેક લોકો વિચારતા હોય છે કે ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય? શું આ વાત સાચી છે? આમ, જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આ વિશે ખાસ જાણી લો. દહીં અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા શરીરમાં રહેલી ઉણપને પૂરી કરવાનું કામ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે જ પાચન સંબંધીત તકલીફો પણ દૂર થાય છે. તો જાણી લો આ વિશે વધુમાં..
દહીંમાં રહેલા છે આ પોષક તત્વો
દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન B12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે જે શરીરમાં રહેલી અનેક ઉણપને પૂરી કરે છે. આ સાથે જ દહીંમાં બેક્ટેરિયા જેવા કે..લેક્ટોબેસિલ્સ એસિડોફિલસ, લેક્ટોકોકસ લેક્ટિસ ક્રેમોરિસ જેવા અનેક પ્રકારના પ્રોટીનથી ભરપૂર હોય છે.
અનેક લોકો એવું માનતા હોય છે કે ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય છે, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે આવું હોતુ નથી. ઠંડીમાં દહીં ખાવાથી શરદી થતી નથી. પરંતુ એક વાત એ છે કે જે લોકોને પહેલાંથી જ શરદીનો કોઠો હોય છે એમને ઠંડીમાં દહીં ખાવાનું ટાળવુ જોઇએ. આ સાથે જ બને ત્યાં સુધી ફ્રિજમાં મુકેલું દહીં ખાશો. આ માટે તમે તાજુ જમાવેલું દહીં ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.
દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી આરામ મળે છે. આ સાથે જ દહીં ખાવાથી પાચનક્રિયા સારી થાય છે. શરીરમાં પીએચ બેલેન્સને મેનેજ કરે છે જે એસિડ થતા રોકે છે.
દહીંમાં હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિનનો ગુણ રહેલો છે. તમે રેગ્યુલર દહીં ખાઓ છો તો તમારી સ્કિન નેચરલ રીતે ગ્લો કરે છે અને સાથે સોફ્ટનેસ પણ આવે છે.
દહીંમા વિટામીન C નો સ્ત્રોત બહુ સારો હોય છે જે ખાંસીની સારવાર માટે સૌથી બેસ્ટ છે. આ વિટામીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર