Home /News /lifestyle /દરેક વખતે રડવાનું મન થવું હેલ્થ માટે નુકસાનકારક: જાણો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા શું કરશો
દરેક વખતે રડવાનું મન થવું હેલ્થ માટે નુકસાનકારક: જાણો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા શું કરશો
ડિપ્રેશન પણ એક કારણ હોઇ શકે છે.
Health care tips: આજનાં આ સમયમાં અનેક લોકોને કારણ વગર રડવાનું મન થતુ હોય છે. રડવાનું મન થાય ત્યારે રડી લેવું એ સાચી વાત છે, પરંતુ રડવાની પણ એક લિમીટ હોય છે. આમ, જો તમને પણ વારંવાર રડવાનું મન થાય છે તો આ ટિપ્સ ફોલો કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકોને કોઇ વાત વગર રડવાનું મન થતુ હોય છે. આ જાણીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ વાત સાચી છે. જો કે આવું થવા પાછળ ડિપ્રેશનથી લઇને બીજા અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આ પરિસ્થિતિ ઘણી વાર વ્યક્તિને શરમમાં મુકી દે છે. પરંતુ ખાસ એ જાણવું જરૂરી છે કે રડવાનું મન કેમ થાય છે. ક્યારેક આપણે કોઇ પણ કારણ વગર રડતા હોઇએ છીએ. આમ, રડવું એ કોઇ ખોટી વાત નથી, પરંતુ ગાઇડલાઇન્સ જણાવે છે વ્યક્તિએ કેટલું રડવું જોઇએ. 1980માં એક અધ્યયન કરવામાં આવ્યુ હતુ જેમાં જાણ થઇ હતી કે મહિલાઓએ દર મહિને 5.3 રડે છે અને પુરુષો દર મહિને 1.3 વાર રડે છે.
આ સાથે જ ઘણાં લોકો વધારે પ્રમાણમાં પણ રડતા હોય છે, પરંતુ આ સમયે ચુપ રહેવુ ખૂબ જરૂરી છે. આ સ્થિતિ ડિપ્રેશન તેમજ મૂડ ડિસઓર્ડરનો સંકેત હોઇ શકે છે. એવામાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આમ, તમે આ ટિપ્સ ફોલો કરીને આ સમસ્યામાંથી બહાર આવી શકો છો.
સ્થિતિથી દૂર રહો
herzindagi.com અનુસાર તમારું મન ઉદાસ છે અને તમને રોવાનું મન થાય છે તો આ સ્થિતિમાં પોતાને ડિસ્ટ્રેક્ટ કરી લો. વધારે ગુસ્સો, કંટાળો આવવો તેમજ નિરાશ થવાને કારણે રડવાનું મન થતુ હોય છે. આ માટે પોતાની જાતને નાના-નાના કામમાં વ્યસ્ત રાખો. આમ કરવાથી આપોઆપ તમે આ સમસ્યામાંથી બહાર આવી જશો.