Covid-19 prevention tips: ગંગારામ હોસ્પિટલના ડોક્ટર સોનિયા રાવત કહે છે કે આ સમયે કોવિડ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકોને આ વિશે સતર્ક રહેવાની જરૂર છે. કોરોના વાયરસની વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં.
Tips to prevent covid- 19: દેશમાં છેલ્લા ઘણાં દિવસોથી કોવિડ સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. લાંબા સમય પછી અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોવિડના વધતા કેસ વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. એક તો વાતાવરણમાં પલટો આવવાને કારણે શરદી-ઉધરસ અને તાવનો શિકાર બની રહ્યા છે ત્યારે આ વચ્ચે કોરોના સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે. એવામાં લોકો હેરાન થઇ ગયા છે. આ માટે દરેક લોકોના મનમાં એ સવાલ થઇ રહ્યો છે કે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઇએ..જાણો ડોક્ટર્સ પાસેથી..
નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટિવ હેલ્થ એન્ડ વેલનેસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર સોનિયા રાવત કહે છે કે આ દિવસોમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આગામી થોડા મહિનામાં કેસ વધવાની આશંકા છે. આ કેસમાં વધવા પાછળનું મુખ્ય કારણ મ્યૂટેશન છે.
કોરોના વાયરસ ઝડપથી મ્યૂટેટ કરે છે અને સંક્રમણ ઝડપથી ફેલાવે છે. પહેલાની અપેક્ષા કરતા આ વાયરસ વઘશે નહીં કારણકે વેક્સીન લેવાથી ઇમ્યુનિટી વધી છે જેના કારણે સંક્રમણની અસર ઘાતક હશે નહીં. જો કે કોવિડને લઇને કોઇ પણ રીતની લાપરવાહી કરવાની નથી અને કોવિડની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું છે. તો જાણો કેવી રીતે કંટ્રોલ કરશો.
દિલ્હી મેડિકલ એસોશિએશનના પૂર્વ અધ્યક્ષ અને એનડીએમસીના પૂર્વ સીએમઓ ડો. અનિલ બંસલ કહે છે કે કોરોના વાયરસનું મ્યૂટેશન થઇ ગયુ છે, જેના કારણે લોકો ઝપેટમાં આવી રહ્યા છે. કોવિડ સંક્રમણને વાતાવરણ સાથે કોઇ લેવા દેવા નથી. પરંતુ આ વિશે કોઇએ લાપરવાહી કરવી જોઇએ નહીં. આ સમયે કોવિડ પ્રોટોકલ્સનું પાલન કરવુ ખૂબ જરૂરી છે.
આ રીતે સાવધાની રાખો
ડો. બંસલ કહે છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, ટીબી અને એચઆઇવી સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડાઇ રહેલા લોકોએ કોવિડથી બચવા માટે અનેક સાવધાની રાખવી જોઇએ. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે તેઓ સંક્રમણની ઝપેટમાં જલદી આવી જાય છે. આ માટે સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટેન્સિંગ, ફેસ માસ્ક નિયમોનું પાલન કરો. કોઇ પણ તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર