Home /News /lifestyle /ઠંડીમાં બાળકોને શરદી-ઉધરસ થાય ત્યારે ઘરે કરો આ રીતે કેર, નહીં જવુ પડે દવાખાને

ઠંડીમાં બાળકોને શરદી-ઉધરસ થાય ત્યારે ઘરે કરો આ રીતે કેર, નહીં જવુ પડે દવાખાને

ઘરે આરામ કરાવો.

Child care tips: સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં બાળકો જલદી બીમાર પડી જતા હોય છે. આ સિઝનમાં બાળકો શરદી-ઉઘરસ તેમજ વાયરલ ફિવરની ઝપેટમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ સિઝનમાં તમે બાળકોની કેર પ્રોપર રીતે કરતા નથી તો અનેક પ્રોબ્લેમ્સ થવા લાગે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં ખાસ કરીને બાળકો જલદી બીમાર પડી જતા હોય છે. આ સિઝન એક એવી છે જેમાં ખાસ કરીને બાળકોનું ધ્યાન અનેક રીતે રાખવું પડે છે. આ સિઝનમાં પેરેન્ટ્સે બાળકની કેર કરવી ખૂબ જરૂરી છે. ડબલ ઋતુમાં શરદી, ઉઘરસ, તાવ જેવી અનેક બીમારીઓથી લોકો જલદી પીડાતા હોય છે. એક્સપર્ટ અનુસાર બાળકોને શરદી, ઉઘરસ, નાક બંઘ થવુ, ગળામાં ખારાશ, ખાંસી અને થાક જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને જ્યારે શરદી થાય ત્યારે નાના બાળકો વઘારે હેરાન થતા હોય છે. તો જાણી લો આ વિશે તમે પણ..

    બાળકોને શરદી-ઉધરસમાંથી આ રીતે રાહત મેળવો



    • ફ્લૂને કારણે અનેક બાળકોને શરદી-ઉધરસની સાથે-સાથે ઉલ્ટી જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ કારણે બાળકોના શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. આ સમસ્યામાં બાળકોને ભરપૂર માત્રામાં પાણી પીવડાવો. તમારું બાળક આ સમયે પાણી પીતુ નથી તો તમે થોડા-થોડા સમયે પાણી પીવડાવવાની આદત પાડો. આમ કરવાથી બાળકના શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને દાખલ કરવાની જરૂરિયાત પણ પડશે નહીં.


    આ પણ વાંચો:મીઠા લીમડાના આ ફાયદાઓ જાણી લો તમે પણ

    • હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાથી નાકમાંથી આવતી શરદીમાંથી રાહત મળી શકે છે. આ સમયે બાળકોને તમે સ્ટીમ પણ આપી શકો છો. સ્ટીમ લેવાથી શરદીમાંથી મોટી રાહત મળે છે.


    જાણો શું હોય છે ફ્લૂના લક્ષણો?



    • ફ્લૂ ખાસ કરીને બાળકોને જલદી ઝપેટમાં લઇ શકે છે. આ કારણે બાળકોને ફીવર આવવાના ચાન્સિસ સૌથી વઘારે હોય છે.


    આ પણ વાંચો:તમે પણ એસિડિટીની સમસ્યાથી કંટાળી ગયા છો?



      • હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. મીઠાનું આ પાણી બાળકોને ગળામાં થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

      • બાળકો જ્યારે ફ્લૂની ઝપેટમાં આવે ત્યારે ખાસ કરીને ઘરમાં જ સૌથી વધારે આરામ આપો. આરામ આપવાથી બાળક રિલેક્સ ફિલ કરે છે. આ સાથે જ ફ્લૂ જેવી બીમારીઓમાંથી ઝડપથી રિકવર થવાય છે.






    • બાળકોને જ્યારે ફ્લૂ થાય ત્યારે ખાસ કરીને ફ્લૂથી લડવા માટે અને બોડીની ઇમ્યુનિટી મજબૂત કરવા માટે બેડ રેસ્ટ ફૂલ કરાવો અને સાથે એવો ખોરાક આપો જે ફૂલ પોષક તત્વોથી ભરપૂર હોય.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Child care, Life style, Parenting Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन