Home /News /lifestyle /Colorectal Cancer: મહિલાઓ જ નહીં, પુરુષો પણ બની રહ્યા છે Colorectal Cancerનો ભોગ, જાણો લક્ષણો
Colorectal Cancer: મહિલાઓ જ નહીં, પુરુષો પણ બની રહ્યા છે Colorectal Cancerનો ભોગ, જાણો લક્ષણો
જાણો Colorectal Cancer વિશે
Colorectal Cancer: આજનાં આ સમયમાં અનેક લોકો કેન્સરની ઝપેટમાં આવી રહ્યા છે. કેન્સર એક એવી બીમારી છે જે અનેક કારણોસર થઇ શકે છે. ઘણાં બધા કેન્સર એવા છે જે મહિલાઓ અને પુરુષો એમ બન્નેને થતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતમાં દર વર્ષે લાખો લોકોનું મોત કેન્સરને કારણે થાય છે. લોકોને આ પ્રત્યે જાગરુક કરવા માટે દર વર્ષે દેશમાં 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ મનાવવામાં આવે છે. જો કે છેલ્લા ઘણાં સમયથી કોલોરેક્ટલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ માત્ર મહિલાઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ આ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલાઓની તુલનામાં પુરુષોને આ કેન્સર વધારે થાય છે. આ પાછળ ખરાબ લાઇફ સ્ટાઇલને જવાબદાર ગણાવવામાં આવે છે. કોલોરેક્ટલ કેન્સરની શરૂઆત કોલન અને રેક્ટમ એટલે કે મળાશયમાં થાય છે. આને કોલન કેન્સર કે રેક્ટલ કેન્સર નામથી પણ જાણી શકાય છે.
સામાન્ય રીતે આ દિવસોમાં આ બન્ને એક સાથે જોવા મળે છે જેમાં અનેક વિશેષતાઓ રહેલી છે. આમ, જો તમને એવી જાણ કે કેન્સર છે તો તમારે નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ સાથે જ તમારે ડોક્ટરની સલાહ માનવી જોઇએ.
કોલોરેક્ટલ કેન્સરની શરૂઆત કોલન અને મળાશયની વૃદ્ધિથી શરૂ થાય છે. આ વૃદ્ધિને પોલિપ્સ કહેવામાં આવે છે. સમયની સાથે પોલિપ્સમાં કેન્સર વિકસિત થઇ જાય છે. જો કે બધા જ પોલિપ્સ કેન્સર બનતા નથી, જે પૂરી રીતે પોલિપ્સના પ્રકાર પર નિર્ભર રહે છે. આમ, જો વાત કરવામાં આવે તો કેન્સરના અનેક પ્રકાર છે. કેન્સર એક પ્રકારે થતુ નથી.
કોલોરેક્ટલ કેન્સરના લક્ષણો તમને શરીરમાં જોવા મળે ત્યારે ખાસ કરીને જે લોકો ફિઝિકલ એક્ટિવ રહેતા નથી તેઓ અસંતુલિત ડાયટ લેતા હોય છે. મોટાપાની બીમારીથી પીડાતા લોકો જલદી આ કેન્સરની ઝપેટમાં આવી શકે છે. આ સાથે જ કેટલાક લોકોમાં કોલોરેક્ટલ કેન્સરની પાછળ વારસાગત કારણ પણ જવાબદાર હોઇ શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર