Home /News /lifestyle /ઠંડીમાં પગ બરફની જેમ ઠંડા રહે છે? તો આ ગંભીર બીમારીઓનો હોઇ શકે છે સંકેત, આ રીતે ઓળખી લો

ઠંડીમાં પગ બરફની જેમ ઠંડા રહે છે? તો આ ગંભીર બીમારીઓનો હોઇ શકે છે સંકેત, આ રીતે ઓળખી લો

ઠંડીમાં સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવુ પડે છે.

Cold Feet Causes: સામાન્ય રીતે ઠંડીમાં પગના તળિયા ઠંડા થઇ જતા હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો ઘણાં લોકોના પગ બરફની જેમ ઠંડા થતા હોય છે. આમ, જો તમને પણ આ સમસ્યા છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. આ અનેક બીમારીઓનું કારણ હોઇ શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે આપણાં પગ ઠંડા થઇ જતા હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે આપણે મોજા તેમજ ગરમ શેક લેતા હોઇએ છીએ. પગ ઠંડા થવા એ શરીરની એક નોર્મલ પક્રિયા છે, પરંતુ શું તમે જાણો છો પગ વધારે પ્રમાણમાં ઠંડા રહે તો શરીર તમને અનેક ગંભીર બીમારીઓનો સંકેત આપે છે? આ મોટી બીમારીઓના લક્ષણો હોઇ શકે છે? તમને જણાવી દઇએ કે તમે ડાયાબિટીસ અને એનિમિયા જેવી બીમારીમાંથી પસાર થઇ રહ્યા છો તો એની અસર તમારા પગના તાપમાન પર પડે છે અને એ ઠંડા રહે છે. આટલું જ નહીં, ઘણી વાર આ સમસ્યા મોટું સ્વરૂપ પણ લે છે.

    કેમ પગ વધારે ઠંડા થઇ જાય છે?


    મેડિકલ ન્યૂઝ ટૂડે અનુસાર જ્યારે આપણે ઠંડા વાતાવરણમાં જઇએ છીએ ત્યારે પગના તળિયા અને હથેળીની રક્ત વાહિનીઓ સંકોચાઇ જાય છે, જેના કારણે આ ભાગમાં રક્ત પ્રવાહ ઓછો થઇ જાય છે અને તાપમાન ઓછુ થવા લાગે છે. આ સિવાય કેટલાક મેડિકલ કારણોથી પણ કોલ્ડ ફીટની સમસ્યા થઇ શકે છે.

    આ પણ વાંચો:જાણો 15 મિનિટ દોરડા કુદવાથી કેટલી કેલરી બર્ન થાય

    કોલ્ડ ફીટના અન્ય કારણો


    એનિમીયા


    શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઉણપ છે અને વ્યક્તિ એનિમીયાથી પીડાય છે તો પગમાં ઠંડક મહેસૂસ કરે છે. આ સિવાય શરીરમાં આયરનની ઉણપ, વિટામીન બી 12, ક્રોનિક કિડની ડિસીઝની સમસ્યા પણ થઇ શકે છે.

    ડાયાબિટીસ


    વાત કરવામાં આવે તો દિવસેને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમારા પગ સતત ઠંડા રહે છે તો એક વાર ડાયાબિટીસનો ટેસ્ટ અચુક કરાવો. શરીરમાં સુગર સતત અનિયત્રિંત રહેવાથી કોલ્ડ ફીટની સમસ્યા થઇ શકે છે.

    આ પણ વાંચો:ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય? જાણો એક્સપર્ટ પાસેથી

    બ્લડ સર્કુલેશનમાં સમસ્યા


    ઘણી વાર એક જગ્યા પર સતત બેસી રહેવાને કારણે પગમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થતુ નથી. આ કારણે પગ ઠંડા થઇ જાય છે. આ માટે તમે જ્યારે પણ કામ કરો ત્યારે ખાસ કરીને વચ્ચે-વચ્ચે ઉભા થવાની આદત પાડો.


    સ્ટ્રેસ વઘારે


    કોલ્ડ ફીટની સમસ્યા વઘારે પડતા તણાવનું પણ એક કારણ હોઇ શકે છે. આ માટે સ્ટ્રેસ લેવાનું ઓછુ રાખો.















     

     
    Published by:Niyati Modi
    First published:

    Tags: COLD, Health care tips, Life style, Winter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन