Home /News /lifestyle /ગરમીમાં પેટની ચરબી માખણની જેમ ઓગળો: આ રીતે પીઓ નારિયેળ પાણી, જાણો બીજા ફાયદાઓ

ગરમીમાં પેટની ચરબી માખણની જેમ ઓગળો: આ રીતે પીઓ નારિયેળ પાણી, જાણો બીજા ફાયદાઓ

નારિયેળ પાણીમાં અનેક ગુણો હોય છે.

Benefits of coconut water: આજના આ સમયમાં મોટાભાગનાં લોકો વજન વધારાની સમસ્યાથી પીડાતા હોય છે. વજનને કંટ્રોલ કરવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. આમ, તમે ગરમીમાં નારિયેળ પાણી પીઓ છો તો ચરબી ફટાફટ ઓગળી જાય છે અને સાથે આ ફાયદાઓ થાય છે.

વધુ જુઓ ...
Benefits of coconut water: ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. જો કે દિવસ જતા ગરમીનો પારો વધશે અને લોકોએ અસહ્ય ગરમી સહન કરવી પડશે. આ ગરમીમાં નાની-મોટી સમસ્યા અનેક લોકોને રહેતી હોય છે. તો તમને જણાવી દઇએ કે ગરમીની શરૂઆત થતાની સાથે જ તમે નારિયેળ પાણી પીવાનું શરૂ કરી દો. નારિયેળ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. નારિયેળ પાણીમાં કેટલાક તત્વો એવા હોય છે જેની શરીરને વધારે પ્રમાણમાં આવશ્યકતા હોય છે. તાજુ નારિયેળ પાણી જેટલું ટેસ્ટી હોય છે એટલું જ એ ગુણકારી વધારે હોય છે. નારિયેળ પાણી દરરોજ પીવાથી ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ થાય છે, જેનાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

આ પણ વાંચો:આ ફૂડ્સ ખાશો તો ક્યારે વિટામીન બી12 નહીં ઘટે

નારિયેળ પાણીમાં ફાઇબર, વિટામીન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ હોય છે. ખાસ કરીને તમને જણાવી દઇએ કે નારિયેળ પાણી પીવાથી વજન ફટાફટ ઘટે છે. આ સાથે જ શરીરના ચરબી ઓગળવામાં મદદ કરે છે. તો જાણો આ ફાયદાઓ તમે પણ..

વજન ઓછુ કરવામાં ફાયદાકારક નારિયેળ પાણી


નારિયેળ પાણીમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછુ હોય છે, જે વજન ઘટાડવા માટે અને ચરબી ઓગળવા માટે એક બેસ્ટ ઉપાય છે. આ પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. એક કપ નારિયેળ પાણીમાં 46 કેલરી હોય છે જે બીજા પ્રવાહી પદાર્થોની તુલનામાં બહુ ઓછુ છે.

દિવસમાં ઓછમાં 3 થી 4 નારિયેળ પાણી પીવાથી વજન ઓછુ ફટાફટ થઇ જાય છે અને તમે સ્લિમ બની જાવો છો. આ નારિયેળ પાણી તમારે સાંજના 7 વાગ્યા પછી પીવાનું નથી. આ નારિયેળ પાણી તમારે બેસીને પીવાનું રહેશે. આમ કરવાથી 15 દિવસમાં તમને ફરક દેખાશે.

નવરાત્રિમાં ઉપવાસ કરો છો અને કબજિયાતની તકલીફ છે?

આ બીમારીઓમાં પણ નારિયેળ પાણી ફાયદાકારક





    • શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે નારિયેળ પાણી પીવાનું શરૂ કરી દો.

    • ડાયરિયા, ઉલટી જેવી સમસ્યામાં ફાયદાકારક છે.

    • કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોવાને કારણે હાર્ટ માટે બેસ્ટ છે.

    • તમને સતત માથુ દુખે છે તો તમે નારિયેળ પાણ પી લો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.






  • હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ નારિયેળ પાણી કરે છે. આમાં રહેલું વિટામીન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: COCONUT WATER, Health care tips, Weight loss

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો