Home /News /lifestyle /અનેક ગુણોથી ભરપૂર હોય છે નારિયેળ મલાઇ: આ 4 ભયંકર બીમારીઓમાંથી બચાવે છે, ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ પાસેથી જાણો અઢળક ફાયદાઓ
અનેક ગુણોથી ભરપૂર હોય છે નારિયેળ મલાઇ: આ 4 ભયંકર બીમારીઓમાંથી બચાવે છે, ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ પાસેથી જાણો અઢળક ફાયદાઓ
અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Benefits of coconut meat: નારિયેળમાં રહેલી મલાઇ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અનેક ગુણોથી ભરપૂર મલાઇ તમારા શરીરમાં બીજી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. નારિયેળની મલાઇ રેગ્યુલર તમે ખાઓ છો તો માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો જાણો તમે પણ આ અઢળક ફાયદાઓ વિશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નારિયેળ પાણી અનેક લોકો રેગ્યુલર પીતા હોય છે. નારિયેળ પાણીમાં અનેક ગુણો હોય છે. અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર નારિયેળ પાણી તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે નારિયેળ પાણીમાં રહેલી મલાઇ સ્વાસ્થ્ય માટે એટલી જ ફાયદાકારક છે. નારિયેળ પાણી શરીરમાં એલેક્ટ્રોલાઇટ્સની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. આમ, જો તમે પણ નારિયેળ પાણી પીને મલાઇ ખાતા નથી તો તમારી આ સૌથી મોટી ભૂલ છે. નારિયેળ પાણીની મલાઇ ક્યારે પણ ફેંકવી જોઇએ નહીં. નારિયેળની મલાઇના ફાયદાઓ વિશે સેલિબ્રેટી ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે એમના ઇન્સ્ટાગ્રામ આ માહિતી શેર કરી છે. તો જાણી લો નારિયેળની મલાઇના આ અઢળક ફાયદાઓ વિશે.
ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે એમના ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યુ છે કે, સામાન્ય રીતે દરેક લોકો નારિયેળ પાણી પીતા હોય છે પરંતુ એની મલાઇને ફેંકી દેતા હોય છે. જો કે નારિયેળની મલાઇમાં અનેક પ્રકારના હેલ્થ બેનિફિટ્સ રહેલા હોય છે. આ માટે મલાઇ ચોક્કસથી ખાવી જોઇએ. મલાઇમાં ફેટની માત્રા વઘારે હોય છે. આ સિવાય એમસીટી (medium-chain triglycerides) પણ હોય છે જે બીજા ફેટની તુલનામાં અલગ રીતે મેટાબોલાઇઝ્ડ થાય છે. આ ફેટ હાનિકારક હોતા નથી. એવામાં તમે સંકોચ વગર આનું સેવન કરી શકો છો.
નારિયેળની મલાઇમાં કાર્બોહાઇડ્રેટ ઓછુ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ્સની માત્રા ભરપૂર હોય છે. આ સાથે જ આમાં હેલ્ધી ફેટ અને ફાઇબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરતા ખાદ્ય પદાર્થો બનાવે છે. હેલ્ધી ફેટ હોવાને કારણે તમે આનું સેવન કરો છો તો તમારું વજન વધતુ નથી.
નારિયેળની મલાઇમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે જે શરીરની કોશિકઓને ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે. આ રીતે તમે સેવન કરીને અનેક પ્રકારના ક્રોનિક ડિસિઝથી બચી શકો છો.
નારિયેળનો ઉપયોગ રસોડાની અનેક વસ્તુઓ બનાવવા માટે થાય છે. આ એ લોકો માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે જે પોલિયો, લો કાર્બ, ગ્લૂટેન ફ્રી તેમજ નટ ફ્રી ડાયટ પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર