Home /News /lifestyle /Chitra Navratri 2023: નવરાત્રિમાં ઉપવાસ કરો છો અને કબજિયાતની તકલીફ છે? તો આ જ્યૂસ પીઓ
Chitra Navratri 2023: નવરાત્રિમાં ઉપવાસ કરો છો અને કબજિયાતની તકલીફ છે? તો આ જ્યૂસ પીઓ
આખો દિવસ સ્ટેમિના રહેશે.
Chitra Navratri 2023: નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ કરવાને કારણે ઘણાં લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. આમ, આ જ્યૂસ તમારી માટે હેલ્ધી સાબિત થાય છે. જે પીવાથી આખો દિવસ સ્ટેમિના રહે છે અને સાથે પેટ સાફ થાય છે.
Chitra Navratri 2023: સિઝન બદલાઇ રહી છે. હાલમાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ગરમી છે અને સાથે-સાથે વરસાદ પણ છે. આ સિઝનમાં ખાસ કરીને હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આમ, વાત કરવામાં આવે તો આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. આ દરમિયાન લોકો સાત્વિક ભોજનનું સેવન કરે છે. હિન્દૂ ધર્મમાં આ નવરાત્રિનું અનેરું મહત્વ રહેલું છે. આ નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ સમયે શરીરને હિહાઇડ્રેશનની બચાવવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ જ્યૂસ વિશે અને એનું સેવન કરો. ક્યારે શરીરમાં પાણી ઘટશે નહીં સાથે તમે હાઇડ્રેટ રહેશો.
વ્રતમાં નારિયેળ પાણી પીવાથી અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ તમને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે. આ ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર હોય છે જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. આ સિવાય નારિયેળ પાણીમાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે જે તમારા શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.
બેલનો જ્યૂસ
બેલનો જ્યૂસ તેમજ બેલનો શરબત...વ્રત દરમિયાન તમે પીઓ છો તો શરીરમાં એનર્જી રહે છે અને સાથે વિકનેસ આવતી નથી. આ શરબત તમને એનર્જી આપવાનું કામ કરે છે. આ જ્યૂસ પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. આ સાથે જ પેટમાં ઠંડક થાય છે. ગરમીમાં તમે ઉપવાસ કરો છો અને આ જ્યૂસ પીઓ છો તો પીએચ બેલેન્સ જાળવી રાખે. વ્રત દરમિયાન કબજિયાતની સમસ્યા છે તો આ જ્યૂસ પીવાનું શરૂ કરી દો. આ જ્યૂસ પીવાથી તરત જ પેટ સાફ થઇ જાય છે.
ગુલકંદનો શરબત પીવાની બહુ જ મજા આવે છે. આ શરબત તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ગુલકંદમાં રહેલા ગુણો તમારા પેટમાં ઠંડક કરવાનું કામ કરે છે અને સાથે જ પાચન ક્રિયાને ઠીક કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય ગુલકંદનો શરબત શરીરને ડિટોક્સ કરવાની સાથે-સાથે હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
દ્રાક્ષનો જ્યૂસ પીઓ
ઉપવાસમાં દ્રાક્ષનો જ્યૂસ પીવાથી પીએચ બેલેન્સ સારું રહે છે અને સાથે-સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે. આ સાથે જ તમને ઉપવાસમાં એનર્જી આપવાનું કામ કરે છે. આ જ્યૂસ પીવાથી પાણીની ઉણપ શરીરમાં ક્યારે થતી નતી.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર