Home /News /lifestyle /નબળા બાળકો માટે બેસ્ટ છે આ 3 દેસી ઉપાયો, ફટાફટ વજન વધી જશે અને બીમાર નહીં પડે

નબળા બાળકો માટે બેસ્ટ છે આ 3 દેસી ઉપાયો, ફટાફટ વજન વધી જશે અને બીમાર નહીં પડે

બાળકને હેલ્ધી બનાવો

Child care: દરેક પેરેન્ટસને હંમેશા પોતાના બાળકની ચિંતા રહેતી હોય છે. બાળકની કેર કરવી ખૂબ જરૂરી છે. આમ વાત કરવામાં આવે તો અનેક બાળકો નબળા હોય છે જેના કારણે વારંવાર બીમાર પડી જતા હોય છે.

Child care: અનેક બાળકો નબળા હોય છે. દરેકે પેરેન્ટ્સને પોતાના બાળકોની ચિંતા સતત રહેતી હોય છે. બાળકોનું વજન ના વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, બાળકોનું સમય પર વજન વધવુ ખૂબ જરૂરી છે. બાળકોની ગ્રોથ અને હાઇટને લઇને અનેક પેરેન્ટ્સને ચિંતા રહેતી હોય છે. ખરાબ ડાયટ, લાઇફ સ્ટાઇલ અને બીમારીઓને કારણે બાળકોનો ગ્રોથ સ્લો થઇ જાય છે. આવી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે માતા-પિતા બાળકોને અલગ ટોનિક ખરીદી લે છે, પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જો તમે આ દેસી ઉપાયો બાળકો પર ફોલો કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો આ વિશે તમે પણ..

આ પણ વાંચો:બહુ દારૂ પી લીધો હોય તો આ રીતે અજમાવો ખવડાવો

નબળા બાળકોન માટે ટોનિક છે આ દેસી ફૂડ્સ


કેળા ખવડાવો


બાળકો માટે કેળા અને દૂધ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કેળા ફાઇબરથી ભરપૂર હોય છે અને દૂધમાં કેલ્શિયમની માત્રા સારી હોય છે. જ્યારે તમે બાળકોને આ બન્ને વસ્તુ એક સાથે મેશ કરીને ખવડાવી શકો છો. આનાથી શરીરમાં એનર્જી આવે છે અને સાથે પ્રોટીન હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેળા અને દૂધથી બાળકોનું વજન ઝડપથી વધે છે.

આ પણ વાંચો:આટલું કરશો તો અંડરઆર્મ્સમાં ઇન્ફેક્શન નહીં થાય

ડ્રાય ફ્રૂટ્સનો હલવો ખવડાવો


બજારમાંથી લોકો ટોનિક ખરીદતા હોય છે ત્યારે એની પાછળનું કારણ એ હોય છે કે બધા માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ એમાં હોય છે જેમાંથી બાળકોને પૂરતું પોષણ મળી રહે. જ્યારે બદામ, કિશમિશ, પિસ્તા, અખરોટ અને અંજીર જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી તમને મલ્ટીવિટામીનનો સોર્સ પૂરતો મળી રહે છે. આ ડ્રાય ફ્રૂટ્સમાંથી તમે હલવો બનાવીને બાળકોને ખવડાવો છો તો વજન ઝડપથી વધે છે અને સાથે-સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થાય છે.


દેસી ઘી અને અળસીના લાડુ ખવડાવો


દેસી ઘી અને અળસીના લાડુ બાળકો માટે અનેક રીતે ફાયદાકારક છે. આ એક એવી રીત છે જે હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. આ તમારે ડાયટમાં એડ કરવુ જોઇએ. આ સાથે જ બાળકોને હાડકાં મજબૂત કરવા માટે દેસી ઘી અને અળસીના લાડુ ખવડાવો. આ લાડુ તમારું વજન વધારવાનું કામ કરે છે.
First published:

Tags: Child care, Dry Fruits, Health care tips, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો