Home /News /lifestyle /Child care: બાળક ચશ્માના નંબર દૂર કરો આ 1 એક્સેસાઇઝથી, માત્ર 5 મિનિટનો સમય લાગશે

Child care: બાળક ચશ્માના નંબર દૂર કરો આ 1 એક્સેસાઇઝથી, માત્ર 5 મિનિટનો સમય લાગશે

મોટાભાગનાં બાળકોને ફોન જોવાની આદત હોય છે.

child care: આજનાં આ સમયમાં નાની ઉંમરમાં જ બાળકોને ચશ્મા આવી જાય છે. ચશ્માના નંબર આવવા પાછળનું સૌથી મોટુ કારણ મોબાઇલ જોવાની આદત હોય છે. આ માટે બાળકને આ આદત છોડાવવી ખૂબ જરૂરી છે.

Child care: આજના આ સમયમાં નાની ઉંમરમાં જ બાળકોને ચશ્માના નંબર આવી જાય છે. ઘણાં બાળકોને તો નંબર પણ ઘણાં વધારે હોય છે. આમ વાત કરવામાં આવે તો ચશ્માના નંબર આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ તમને જણાવી દઇએ કે જેમાં એક સૌથી મોટુ કારણ સ્માર્ટફોન જોવાની લત છે. આજના આ સમયમાં મોટાભાગના બાળકોને ફોન જોવાની લત લાગી હોય છે. આ માટે આદતને છોડાવી ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ એક્સેસાઇઝ વિશે જે તમારા બાળકના ચશ્માના નંબર સરળતાથી દૂર કરી શકે છે.

આ પણ વાંચો:આ ટિપ્સ ફોલો કરશો તો નખ લાંબા થશે અને તૂટશે નહીં

આ એક્સેસાઇઝ ઘરે કરાવો


તમારા બાળકને ચશ્મા છે અને નંબર દૂર કરવા ઇચ્છો છો તો એને માત્ર 5 મિનિટ આ એક્સેસાઇઝ ઘરે કરાવો. આ એક્સેસાઇઝ બાળક જાતે પણ ઘરે કરી શકે છે. આ માટે તમે સૌથી પહેલાં તમારા એક હાથને સીધો કરી દો. પછી અંગૂઠાની બાજુની આંગળી એટલે કે પોઇન્ટર ફિગરને તમે ધીરે-ધીરે આંખોની નજીક લાવો. ખાસ ધ્યાન એ રાખો કે આ સમયે આંખો એકદમ ખુલ્લી રાખવાની છે. આ સાથે જ આંખો પટાવવાની નથી.

આ પણ વાંચો:આ તેલમાં વસ્તુ બનાવો છો તો સમજી લો ઉપવાસ તૂટી ગયો

આમ તમે આ એક્સેસાઇઝ 4 થી 5 વાર કરશો તો આંખમાંથી પાણી આવવા લાગશે અને સાથે થોડી બળતરા પણ થશે. આમ, તમને આંખોમાં આવું થાય છે તો તમે સમજી લો કે આ એક્સેસાઇઝ તમે સાચી કરી રહ્યા છો.

માત્ર 5 મિનિટ આ એક્સેસાઇઝ કરાવો


આ એક એક્સેસાઇઝ તમે બાળકોને માત્ર 5 મિનિટ કરાવો છો તો ધીરે-ધીરે આંખોના નંબર ઓછા થઇ જાય છે. આ સાથે જ આંખોને થતા નુકસાન પણ બચાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ એક્સેસાઇઝ દરરોજ કરવાથી આંખોની રોશની પણ તેજ થાય છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો


આ એક્સેસાઇઝ બાળકને ઘરે કરાવો અને સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એમને મોબાઇલની લત છોડાવો. પેરેન્ટ્સ તરીકે તમે કંટ્રોલ કરશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે. ઘણાં પેરેન્ટ્સ પોતાના કામમાં સતત વ્યસ્ત રહેવાને કારણે બાળકને ફોન આપી દેતા હોય છે. તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
First published:

Tags: Child, EYES, Health care tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો