Home /News /lifestyle /વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ, જાણી લો લક્ષણો અને ઘરે બેઠા સારવાર કરવાની રીત

વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ, જાણી લો લક્ષણો અને ઘરે બેઠા સારવાર કરવાની રીત

chikungunya symptoms: દિવસેને દિવસે ચિકનગુનિયાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચિકનગુનિયાના આ લક્ષણો તમને દેખાય તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ચિકનગુનિયા મચ્છર કરડવાથી થતી એક બીમારી છે.

chikungunya symptoms: દિવસેને દિવસે ચિકનગુનિયાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચિકનગુનિયાના આ લક્ષણો તમને દેખાય તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ચિકનગુનિયા મચ્છર કરડવાથી થતી એક બીમારી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વાતાવરણ જેમ બદલાય છે એમ ચિકનગુનિયાની બીમારી પણ વધતી જાય છે. ચિકનગુનિયા મચ્છર કરડવાથી થાય છે. માદા એડીસ ઇજિપ્તી અને  એડીસ અલ્બોપિક્ટસ નામના મચ્છર જ્યારે કરડે છે ત્યારે એમાંથી સૌથી પહેલા રહેલા વાયરલ વ્યકિતમાં આવે છે અને ચિકનગુનિયાથી સંક્રમિત કરી દે છે. આ સાથે જ ત્રણથી ચાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષણો જોવા મળ્યા છે. આ વાયરલ ઇન્ફેક્શનમાં સૌથી પહેલા તાવ આવે છે. આ સાથે જ શરીરના અન્ય ભાગમાં વધારે પ્રમાણમાં દુખાવો થાય છે. ગંભીર કેસમાં હોસ્પિટલમાં દાખલ થવુ પડતુ હોય છે. ચિકનગુનિયા સંક્રમણ બીમારી છે. આ માટે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમિત થાય છે.

    આ પણ વાંચો: વાયરલમાંથી રાહત મેળવવા પીઓ અજમાનો આ ઉકાળો

    આ રીતે જાણો તમને ચિકનગુનિયા થયો છે કે નહીં


    વેબએમડી અનુસાર મચ્છરના કરડવાથી 3 થી 7 દિવસોની અંદર ચિકનગુનિયા તાવ આવવાના લક્ષણો દેખાય છે. આમાં સૌથી પહેલા વધારે તાવ આવે છે અને સાંધામાં દુખાવો થાય છે. આ સિવાય માથાનો દુખાવો. બેચેની, સ્કિન પર રેશિસ વગેરે પણ થાય છે. ચિકનગુનિયામાં તમે થાક વધારે લાગે છે.

    આ લક્ષણોને ઓળખવામાં થોડી તકલીફ એ માટે પડે છે કારણકે આ રીતના લક્ષણ ડેન્ગ્યુ અને ઝીકા તાવમાં પણ જોવા મળે છે, પરંતુ તમને વધારે તાવની સાથે સાંધામાં અસહ્ય દુખાવો થાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

    આ પણ વાંચો: રોજ સવારમાં ટોફુ ખાવાથી હેલ્થને થાય છે આ ફાયદાઓ

    ચિકનગુનિયાની સારવાર


    ચિકનગુનિયાની કોઇ કમ્પલીટ સારવાર નથી, પરંતુ મોટાભાગના લોકો સમય જતા જ સાજા થઇ જાય છે. એક અઠવાડિયાની અંદર મોટાભાગના લક્ષણો ગાયબ થવા લાગે છે પરંતુ જોઇન્ટ પેન બહુ લાંબો સમય સુધી રહે છે. પેરાસિટામોલ જેવી દવા તમે ડોક્ટરને પૂછી લઇ શકો છો.

    ચિકનગુનિયા જ્યારે થાય ત્યારે તમે ખાસ કરીને પ્રવાહી પીવાનું વધારે રાખો કારણકે આ સમયે શરીરમાં પાણીની ઉણપ વધારે પ્રમાણે થાય છે. વધારે માત્રામાં પાણી પીવાથી તાવ નિયંત્રિત રહે છે


    નવજાત બાળકો અને ઘરડાઓને આ બીમારી વધુ પ્રમાણમાં થાય છે. આ સિવાય હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝના દર્દીઓ આ બીમારીઓની ઝપેટમાં જલદી આવી શકે છે. આ માટે તમને જ્યારે શરીરમાં આ લક્ષણો દેખાય ત્યારે તમે સૌથી પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો.
    First published:

    Tags: Chikungunya, Health Tips, Life style