Home /News /lifestyle /ચિકન બનાવતા પહેલાં ધોવાની આદત છે? જો 'હા' તો થઇ જાવો સાવધાન, નહીં તો જીંદગી..
ચિકન બનાવતા પહેલાં ધોવાની આદત છે? જો 'હા' તો થઇ જાવો સાવધાન, નહીં તો જીંદગી..
આ આદત સુધારવાની જરૂર છે.
Hygiene Chicken Cooking Tips: સામાન્ય રીતે વાત કરવામાં આવે તો અનેક લોકો ચિકન બનાવતા પહેલાં એને ધોતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારે તમારી આદતને સુધારવી જોઇએ. જાણો ચિકન ધોવાથી હેલ્થને શું નુકસાન થાય છે.
નવી દિલ્હી: શું તમને પણ ચિકન બનાવતા પહેલાં ધોવાની આદત છે? આમ, જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો તરત જ તમારી આ આદતને સુધારી લો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચે છે. ધ કન્વર્સેશનના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણ અને નિયામક સલાહ આપે છે કે કાચા પોલ્ટ્રીને રાંધતા પહેલાં એને ધોશો નહીં. આ એ માટે કહેવામાં આવે છે કે ચિકન ધોવાથી કિચનની આસપાસ ખતરનાક બેક્ટેરિયા ફેલાઇ શકે છે. ચિકનને ધોયા વગર જ તમે સારી રીતે રાંધી શકો છો અને આ તમારી હેલ્થ માટે પણ બેસ્ટ છે. આ રીતને ખાવાની સૌથી સુરક્ષિત રીત માનવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે કેટલાં લોકો આ વિશે જાગરુક છે? નવા અધ્યયનમાં કેટલીક ચોંકવાનારી જાણકારી સામે આવી છે.
ઓસ્ટ્રેલિયાની ખાદ્ય સુરક્ષા સુચના પરિષદના એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ અડધા ઓસ્ટ્રેલિયન ઘરોમાં જમવાનું બનાવતા પહેલાં ચિકનને ધોવામાં આવે છે. ડચ શોધમાં એ પણ જાણવા મળ્યુ છે કે, 25 ટકા લોકો ચિકનને સામાન્ય રીતે હંમેશા ધોતા હોય છે. જો કે લોકો કેમ આવું કરે છે એ પણ એક મોટો પ્રશ્ન છે.
આ વિશે સંશોધન કહે છે કે ખાદ્યથી થતી બીમારીઓમાં મુખ્ય બે કારણ બેક્ટેરિયા કેમ્પિલોબેક્ટર (Campylobacter ) અને સાલ્મોનેલા (Salmonella) છે જે સામાન્ય રીતે કાચા પોલ્ટ્રી પર મળે છે, જેનાથી બીમારીઓનો ખતરો વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 220,000 કેસમાંથી 50,000 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી ચિકન માંસમાંથી આવે છે. ધોયેલા ચિકનમાંથી સતત નિકળતા પાણીના ટપકાં પરથી શોધમાં એ વાતની જાણ થઇ છે કે આ એક જોખમ ભર્યુ કાર્ય છે.
આમ, તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે જો તમે પણ ચિકન બનાવતા પહેલાં એને ધોવાની આદત છે તો તમારે આ આદત સુધારવી જોઇએ. જો તમે આમાં સુધારો કરતા નથી તો અનેક ઘણું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર