Home /News /lifestyle /30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને છાતીમાં દુખાવાની ફરિયાદ વધારે: સૌથી પહેલાં આ કામ કરો, જાણો ડો.વિનીત ઠાકુર શું કહે છે
30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને છાતીમાં દુખાવાની ફરિયાદ વધારે: સૌથી પહેલાં આ કામ કરો, જાણો ડો.વિનીત ઠાકુર શું કહે છે
જાતે દવા લેવાની આદત છોડી દો.
Health tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે. અનેક લોકો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. એવામાં લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરીને તમે છાતીમાં દુખાવાના જેવી ફરિયાદથી બચી શકો છો.
Heath tips: ભાગદોડ ભરી જીંદગીમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ તેમજ વજન વધારાની સમસ્યાથી અનેક લોકો ઝઝૂમી રહ્યા છે. આમ, વાત કરવામાં આવે તો હાલમાં 30 વર્ષથી નાની ઉંમરના લોકોને છાતીમાં દુખાવાની ફરિયાદ વધારે રહેતી હોય છે. તમને પણ છાતીમાં દુખાવો વધારે થાય છે તો આ એક ચિંતાનો વિષય છે. આ સાથે જ અનેક લોકોને 40 થી 50 વર્ષની વયમાં હાર્ટ એટેક આવી રહ્યા છે.
ઉલ્લેખનયી છે કે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, વિશ્વના મહાન સ્પિનર તેમજ દક્ષિણ ભારતના ફેમસ એક્ટર પુનિત રાજકુમાર સહિત અનેક લોકોનું મોત નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે થયુ છે. એવામાં હાર્ટ હોસ્પિટલના ડો.રાજન ઠાકુર પાસેથી કેટલાક સવાલોના જવાબો જાણીને હાર્ટ સંબંધીત બીમારીઓમાથી બચવાના ઉપાયો જાણો.
છાતીમાં દુખાવો થાય છે તો પોતાની મરજીથી દવા લેશો નહીં
ડો.રાજન ઠાકુર કહે છે સામાન્ય રીતે લોકો એવું માની લેતા હોય છે કે ગેસને કારણે છાતીમાં દુખાવાની સમસ્યા વધારે રહેતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ઘાતક સાબિત થઇ શકે છે. વારંવાર છાતીમાં દુખાવાની સમસ્યા રહે છે તો એની પાછ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. આ સમયે તમે હોસ્પિટલ જઇ શકતા નથી તો તમારા ફેમિલી ડોક્ટર પાસેથી સલાહ લઇને તમે દવા લઇ શકો છો. સજાગ થઇને તમે આ જોખમને ઓછુ કરી શકે છે.
ડો.રજન આ વિશે કહે છે કે 30 વર્ષથી ઓછી ઉંમરમાં છાતીમાં દુખાવો થવો એ વાત કોઇ ચિંતા નથી. શરૂઆતમાં ફેમિલી ડોક્ટર પાસે જઇને તમે ગેસની દવા લઇ શકો છો. આ પછી તમને આરામ થતો નથી હાર્ટના ડોક્ટર પાસેથી તમે સલાહ લઇ શકો છો. આ સાથે જ ઇસીજી, ટ્રોપોનિન ટેસ્ટ..આમ રિપોર્ટ નોર્મલ આવે છે તો કોઇ ચિંતાનો વિષય નથી.
આ સાથે જ તમારા રિપોર્ટમાં કોઇ પ્રોબ્લેમ્સ આવે છે તો તમે એન્જિયોગ્રામ કરાવી લો, જેમાં તમને 10 મિનિટમાં રિઝલ્ટની જાણ થઇ જાય છે. આ રિપોર્ટમાં ગડબડ આવે છે તો તમે એન્જોયગ્રાફી તેમજ કોરોનરી એન્જોયગ્રાફી કરાવી શકો છો.
અઠવાડિયામાં પાંચ દિવસ આ એક્સેસાઇઝ કરો
આ સમસ્યાનું જોખમમાંથી બહાર આવવા માટે તમે રૂટિનમાં એક્સેસાઇઝ કરો. આ સાથે તળેલી વસ્તુઓ ખાવાનું ટાળો. અઠવાડિયામાં પાંચ દિવસ અડધો કલાક એક્સેસાઇઝ કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર