Home /News /lifestyle /વાળમાં થતો પરસેવો તમને આપે છે આ ગંભીર બીમારીનો સંકેત, ઇગ્નોર ના કર, નહીં તો..
વાળમાં થતો પરસેવો તમને આપે છે આ ગંભીર બીમારીનો સંકેત, ઇગ્નોર ના કર, નહીં તો..
આ વાતને ગંભીરતાથી લેવી જરૂરી છે.
sweating in hair: અનેક લોકોને વાળમાં પરસેવો થતો હોય છે. વાળમાં પરસેવો થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, તમને જણાવી દઇએ કે તમને વધારે વાળમાં પરસેવો થાય છે તો આ ચિંતાનો વિષય છે.
Sweating in hair: શું તમે જાણો છો વાળમાં પરસેવો કેમ થાય છે? શું તમે ક્યારે આ વિશે વિચાર્યુ છે? જો ના તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે. વાળમાં અનેક લોકોને પરસેવો થતો હોય છે. આમ, તમને જણાવી દઇએ કે વાળમાં થતા પરસેવાની વાતને અનેક લોકો સામાન્ય ગણતા હોય છે. પરંતુ વાળમાં પરસેવો થવો એ સામાન્ય વાત નથી. વાળમાં થતો પરસેવો તમને અનેક ગંભીર બીમારીઓના સંકેત આપે છે. માત્ર વાળમાં પરસેવો થવો એ વાતનો સંકેત આપે છે કે હેર પોર્સ જરૂરિયાત કરતા વધારે સીબમનું પ્રોડક્શનનું કરે છે. આ સિવાય કેટલીક ગંભીર બીમારીઓ પણ હોઇ શકે છે જેમાં લોકોને વાળમાં પરસેવો થતો હોય છે.
વાળમાં વધારે પરસેવો થવો એ હાઇપરહાઇડ્રોસિસ (Craniofacial hyperhidrosis) નામની બીમારી છે. આ બીમારીમાં માથા, ચહેરા અને સ્કેલ્પમાં વધારો પરસેવો થવા લાગે છે. જો કે પરસેવાની માત્રા અસલમાં ટેમ્પરેચર બેલેન્સ કરવા માટે વધે છે અને સાથે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ઓટો એક્ટિવેટ થઇ જાય છે. આ સાથે જ વાળમાં બળતરા અને ખંજવાળની સમસ્યા વધી જાય છે. આ શરીર પર કોઇ પણ જગ્યાએ થઇ શકે છે, જે વ્યક્તિને લાંબા સમય માટે હેરાન-પરેશાન કરી શકે છે.
વાળમાં પરસેવો થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે હાઇ બીપી, મોટાપાને કારણે જ્યારે શરીર પર અલગથી પ્રેશર પડતુ હોય. આ સિવાય વાતાવરણમાં ગરમી, સ્ટ્રેસ, ચિંતા, ગુસ્સો તેમજ ડર જેવી સ્થિતિમાં આ તકલીફ થઇ શકે છે. આ સાથે જ મસાલેદાર ભોજન કરવાથી અને સાથે એક્સેસાઇઝ ના કરવાને કારણે આ પરિસ્થિતિ થઇ શકે છે.
વાળમાં પરસેવો થાય તો શું કરશો
પહેલા તો વાળમાં પરસેવો થવા પર ડોક્ટરને બતાવો. આ સ્થિતિ વિશે ડોક્ટરને વાત કરો. આ સમસ્યાને કંટ્રોલ કરવાની કોશિશ કરો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર