Home /News /lifestyle /N18 Health Special : આંખનો મોતિયો ઉતરાવતા પહેલા આટલું જાણી લો, એક્સપર્ટની ટીપ્સથી થશે ફાયદો

N18 Health Special : આંખનો મોતિયો ઉતરાવતા પહેલા આટલું જાણી લો, એક્સપર્ટની ટીપ્સથી થશે ફાયદો

Cataract operation

Cataract Surgery: આંખો આપણા શરીરનું મહત્વનું અંગ છે. તેની સંભાળ લેવી ખૂબ જરૂરી છે. આજકાલ મોતિયાના ઓપરેશન સર્જરીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે આવા સંજોગોમાં પણ કેવી રીતે આંખની કાળજી લેવી તે જાણી લો.

આંખના સારા સ્વાસ્થ્ય અને આંખની દૃષ્ટિ સુનિશ્ચિત કરવા માટે મોતિયા (cataract surgery) ઉતારવાની સર્જરી પછી તમારી આંખોની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, તમે થોડો આરામ કર્યા પછી તમારી સર્જરીના એ જ દિવસે ઘરે જઈ શકો છો. જો કે, જો કેટલીક મુશ્કેલી કે તકલીફ હોય, તો ડોકટરો તમને એડમિટ રહેવાની સલાહ આપશે. પરંતુ આ ઘટના સામાન્ય નથી અને મોટાભાગની મોતિયાની સર્જરી સફળ થાય છે.

જ્યારે તમે સર્જરી પછી હોસ્પિટલ છોડો છો, ત્યારે તમને તમારી સારવાર કરેલ આંખ પર પૅડ અને પ્લાસ્ટિક કવર રાખવાની અને સર્જરીના એક દિવસ પછી તેને હટાવવાની સલાહ આપવામાં આવી શકે છે. સર્જરી પછી થોડા કલાકો પછી તમારી આંખમાં સંવેદના પાછી આવવાની અપેક્ષા છે, તે પણ શક્ય છે કે સંપૂર્ણ રિકવરીમાં થોડા દિવસો લાગી શકે. જ્યાં સુધી તમે ડૉક્ટરની સલાહને અનુસરો છો ત્યાં સુધી ગભરાવાની કોઈ જરૂર નથી.

Dr Mahesha S,Sankara Eye Hospital, Shimoga
Dr Mahesha S,Sankara Eye Hospital, Shimoga


મોતિયાની સર્જરી પછી કઠોરતા, પાણી આવવું, અસ્પષ્ટ દ્રષ્ટિ, બેવડી દ્રષ્ટિ, લાલ અથવા બ્લડશોટ આઈ થવી સામાન્ય છે. પરંતુ આ અસરો થોડા દિવસોથી એક અઠવાડિયામાં સુધરી જતી હોય છે. જો તમને નવા ચશ્માની જરૂર હોય, તો તમે તેનો ઉપયોગ તમારી આંખ સંપૂર્ણપણે સાજા થયા પછી કરી શકો છો, સામાન્ય રીતે 2થી 6 અઠવાડિયા પછી આવું કરવાની સલાહ આપવામાં આવે છે.

જો તમને નીચે જણાવેલા કોઈપણ અનુભવ થાય તો તમારા આંખની સર્જરી કરનાર પ્રોફેશનલનો તરત જ સંપર્ક કરવો જરૂરી છે:

o દ્રષ્ટિમાં ઘટાડો

o વધતો દુખાવો અને/અથવા લાલાશ

આંખના મોચિયાની સર્જરી પછી શું કરવું અને શું ન કરવું

સર્જરી પછીના પ્રથમ થોડા અઠવાડિયામાં તમે આ સલાહને અનુસરો તો લાભ થશે:

શું કરવું:

 • o પ્રથમ 2થી 3 દિવસ આરામ કરો

 • o સૂચના મુજબ આંખના ટીપાંનો ઉપયોગ કરો

 • o ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે રાત્રે તમારી આઈ શિલ્ડનો ઉપયોગ કરો

 • o હંમેશાની જેમ સ્નાન કરો

 • o વાંચન, ટીવી જોવા અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં ઓછો સમય પસાર કરો

 • o 3થી 4 દિવસ પછી વાળ ધોતી વખતે આઈ શિલ્ડ અચૂક પહેરો

 • o જો તમે બહાર હોવ તો, તમારી શીલ્ડ અથવા સનગ્લાસનો ઉપયોગ જ કરો

 • o પ્રથમ 4થી 6 અઠવાડિયા સુધી તરવું નહીં

 • o તમારી દ્રષ્ટિ પાછી ન આવે ત્યાં સુધી સંભાળ આપનારની વ્યવસ્થા કરો, ખાસ કરીને જો તમારી બીજી આંખની દ્રષ્ટિ નબળી હોય તો આવુ જરૂરથી કરવું.


શું ન કરવું

 • તમારી આંખો ઘસવાનું ટાળો

 • ખાતરી કરો કે સાબુ અથવા શેમ્પૂ તમારી આંખમાં ન જાય

 • ડૉક્ટર કહે ત્યારે જ વાહન ચલાવો

 • સખત કસરત અથવા ઘરકામ ટાળો

 • ઓછામાં ઓછા 4 અઠવાડિયા માટે આંખનો મેક-અપ કરવાનું ટાળો

 • જ્યાં સુધી તમને તમારા ડૉક્ટર પાસેથી મંજૂરી ન મળે ત્યાં સુધી હવાઈયાત્રા ન કરો


મોતિયાની શસ્ત્રક્રિયા પછી અન્ય સાવધાની

 • ઑપરેશન પછી સવારે તમારા ટીપાં નાંખવાનું શરૂ કરો

 • ઓપરેટેડ આંખ પર જ ટીપાંનો ઉપયોગ કરો

 • તમારા ટીપાંનો ઉપયોગ કરતા પહેલા તમારા હાથને સ્વચ્છ રીતે ધોઈ લો

 • તમારા ડૉક્ટરની સૂચનાઓ અનુસાર તમારા આંખના ટીપાં ચાલુ રાખો


o આંખના ટીપાં અથવા ગોળીઓ જેવી અન્ય કોઈપણ દવાઓ ચાલુ રાખો જેનો તમે ઑપ્થેલ્મોલોજિસ્ટ/ફિઝિશિયનના પ્રિસ્ક્રિપ્શન હેઠળ ઉપયોગ કરી રહ્યાં હોવ.

તમારી આંખને સાફ કરવા માટે આ કાળજી લેવી

 • પાણી ઉકાળો અને તેને ઠંડુ થવા દો

 • તમારા હાથ ધુઓ

 • ઠંડા ઉકાળેલા પાણીમાં કોટન વુલ અથવા સ્વચ્છ સ્વચ્છ કાપડ ડુબાડી રાખો

 • ધીમેધીમે અંદરથી (તમારા નાકની નજીક) તમારી આંખના બહારના ખૂણા સુધી સાફ કરો

 • તમારી આંખની અંદર લૂછશો નહીં

 • તમારી આંખને પાણીથી ધોશો નહીં

 • તમારી આંખને દબાવશો અથવા ઘસશો નહીં


પ્રથમ 2 અઠવાડિયા દરમિયાન, તમારે તમારી આંખને દિવસમાં બે વાર સાફ કરવાની જરૂર પડી શકે છે કારણ કે ટીપાં અને હીલિંગ પ્રક્રિયામાં આંખ થોડી ચીકણી થઈ શકે છે.

આ પણ વાંચો: માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ ખાવું જોઈએ શિલાજિત, ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન, ડોક્ટરની સલાહ

અહીં એ જાણવું અગત્યનું છે કે મોતિયાની સર્જરી તમારી દૃષ્ટિને સુધારવામાં ઉચ્ચ સફળતા દર ધરાવે છે અને તમને ટૂંક સમયમાં સામાન્ય પ્રવૃત્તિમાં પાછા આવવા માટે સક્ષમ બનાવે છે. મોટાભાગના લોકો જો ડૉક્ટરની સલાહને અનુસરે અને મોતિયાને કાબુમાં લેવા માટે લેવામાં આવતાં વિવિધ પગલાંની અવગણના ન કરે તો તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ શકે છે.

( Authored by Dr. Mahesha S,

Chief Medical Officer, Cataract & Trauma, Sankara Eye Hospital, Shimoga)
First published:

Tags: Eye, Eye health, Health care