Home /News /lifestyle /ખરાબ બ્લડ સર્કુલેશનને કારણે શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણો, જાણી લો કારણો
ખરાબ બ્લડ સર્કુલેશનને કારણે શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણો, જાણી લો કારણો
ખરાબ બ્લડ સર્કુલેશનની નિશાની
Poor blood circulation symptoms: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક જાતજાતની બીમારીઓ વ્યક્તિના શરીરમાં એન્ટ્રી કરે છે. આજના આ સમયમાં અનેક લોકોને પગમાં કળતર, સોજા આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. આ સમસ્યા થવા પાછળ એક કારણ તમારું ખરાબ બ્લડસર્કુલેશન પણ હોઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્લડ સર્કુલેશન ખરાબ (Poor blood circulation) થવાથી શરીરના અનેક અંગોને પ્રભાવિત કરે છે. જેમ-જેમ બ્લડ સર્કુલેશન ધીમુ પડવા લાગે છે એમ ખરાબ થવા લાગે છે અને આની અસર ચહેરા પર જોવા મળે છે. તમારી સ્કિન જ્યાં ડલ પડી જાય છે ત્યાં પગ અને હાથમાં અમુક લક્ષણો જોવા મળે છે. આમ, જો તમને હાથ-પગ તેમજ ફેસ પર અનુક ટાઇપના લક્ષણો દેખાય છે તો તમે જરા પણ આ વાતને ઇગ્નોર કરશો નહીં. શરીરમાં પરંતુ પ્રશ્ન એ થાય કે આખરે આ સમસ્યા કેમ થાય છે. તો જાણો આ વિશેના કારણો, લક્ષણો અને ઉપાયો.
ખરાબ બ્લડ સર્કુલેશનના લક્ષણો
પીઠ પર દાણાં
પીઠ પર દાણાં ખરાબ બ્લડ સર્કુલેશનને કારણે થાય છે. જો કે ખરાબ બ્લડ સર્કુલેશન થવાને કારણે તમારી સ્કિન સુધી ઓક્સિજનનું સર્કુલેશન સરખુ થતુ નથી જેના કારણે સ્કિન પોર્સ બંધ થવા લાગે છે જેના કારણે તમારી પીઠ પર દાણાં નિકળે છે.
તમારા શરીરમાં બહુ કળતર થાય છે તો ખરાબ બ્લડ સર્કુલેશનની અસર હોઇ શકે છે. જો કે તમારું બ્લડ સર્કુલેશન સરખી રીતે થતુ નથી તો નસોમાં જાય છે અને પગમાં કળતરની સમસ્યા થાય છે. જો કે શરીરમાં કળતર થવા પાછળ બીજા કારણો પણ હોઇ શકે છે. આમ, જો તમને શરીરમાં બહુ કળતર થાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
ખરાબ બ્લડ સર્કુલેશનની કારણે તમારો ચહેરો પીળો પડી શકે છે. આ ઓક્સિજનની ઉણપને કારણે થઇ શકે છે જેના કારણે બ્લડ વેસેલ્સનો રંગ બદલાય છે.
પગમાં સોજા આવવા
પગમાં સોજા આવવા પણ એક ખરાબ બ્લડ સર્કુલેશનનું લક્ષણ છે. જ્યારે બ્લડ સર્કુલેશન સારું થતુ નથી ત્યારે પગની આસ-પાસ થંભી જાય છે અને એક પ્રેશર ક્રિએટ કરે છે જેના કારણે પગમાં સોજા આવવાની સમસ્યા રહેછે. આ માટે તમને ઉપરમાંથી કોઇ પણ લક્ષણ જણાય તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
નોંઘ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર