Home /News /lifestyle /Premature Babyની આ રીતે કેર કરો, ફટાફટ હેલ્ધી થઇ જશે અને બીમાર પણ નહીં પડે

Premature Babyની આ રીતે કેર કરો, ફટાફટ હેલ્ધી થઇ જશે અને બીમાર પણ નહીં પડે

પ્રીમેચ્યોર બાળકની કેર કરો

Tips for premature baby: પ્રીમેચ્યોર બાળકોની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે પ્રીમેચ્યોર બાળકોની કેર કરતા નથી તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે પ્રીમેચ્યોર બાળકોની કેર સરખી રીતે કરતા નથી તો અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલા માટે પ્રેગનન્સીનો સમય એવો હોય છે જેમાં નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અનેક વાર એવા કોમ્પલીકેશન આવે છે જેના કારણે બાળકનો સમય પહેલા જ જન્મ થઇ જાય છે. આ બાળકોને પ્રીમેચ્યોર બેબી કહેવામાં આવે છે. પ્રીમેચ્યોર બાળકોનો વિકાસ ન્યૂ બોર્ન બાળકોની તુલના કરતા ઓછો થાય છે. પ્રીમેચ્યોર બાળકોની કેર કરવી ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો: પહેરો આ ટાઇપની બ્રા અને દેખાવો બોલ્ડ

    પ્રીમેચ્યોર બાળકોની દેખભાળ સરખી રીતે ના કરવામાં આવે તો બાળકોનો શારિરિક અને માનસિક વિકાસ પર અસર પડે છે. એક્સપર્ટ અનુસાર એનઆઇસીયુમાંથી જ્યારે બાળક ઘરમાં આવે છે ત્યારે એની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે. તો જાણી લો તમે પણ કેવી રીતે પ્રીમેચ્યોર બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.

    ડોક્ટરની સલાહ લો


    જ્યારે તમે પ્રીમેચ્યોર બાળકને ઘરે લાવો છો એ પહેલાં ખાસ કરીને ડોક્ટરની પાસેથી અનેક પ્રકારની જાણકારી મેળવી લો. તમે તમારા બાળકની કેર ડોક્ટરની સલાહ અનુસાર કરો. આમ કરવાથી બાળક હેલ્ધી થાય છે અને સચવાય પણ છે.

    આ પણ વાંચો: આ Exercise કરવાથી ડાર્ક સર્કલ્સ થઇ જાય છે દૂર

    સાફ-સફાઇનું ધ્યાન રાખો


    તમે તમારા બાળકનું સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખો. પ્રીમેચ્યોર બાળકનો જન્મ થાય ત્યારે એને ઇન્ફેક્શન જલદી થઇ જાય છે. આ માટે બાળકની અને આસપાસની સફાઇ નિયમિત કરવાનું રાખો. સમય-સમય પર પથારી જેવી જગ્યાઓ સાફ કરતા રહો.

    બ્રેસ્ટફીડિંગ કરાવો


    પ્રીમેચ્યોર બાળકો માટે માતાનું દૂધ સૌથી બેસ્ટ છે. માતાના દૂધમાં રહેલા ગુણો બાળકને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. અનેક પોષક તત્વોથી ભરપૂર માતાનું દૂધ બાળકોના વિકાસમાં મદદ કરે છે. આ માટે પ્રીમેચ્યોર બાળકોને હંમેશા સમય પર બ્રેસ્ટફીડિંગ કરાવતા રહો. આ સાથે જ એવો ખોરાક ખાઓ જેનાથી તમને ફીડિંગ સારું આવે અને બાળકને પૂરતું પોષણ મળી રહે. બાળક નબળુ છે તો સ્તનપાન કરાવવાથી હેલ્ધી રહે છે.


    કાંગારુ મધર કેર થેરાપી


    તમે તમારા પ્રીમેચ્યોર બાળકો માટે કાંગરુ મધર કેર થેરપીની મદદ લો. આ એક એવી ટેકનીક છે જેમાં બાળકોના શરીરને ગરમીની સહાયતાથી હેલ્ધી રાખવામાં આવે છે. આ થેરાપીથી બાળક વજન પણ વધે છે. કાંગારુ થેરાપી એક પિતા પણ એમના બાળકોને આપી શકે છે.
    સારું તાપમાન જરૂરી

    પ્રીમેચ્યોર બાળકો માટે તાપમાન પણ બહુ જરૂરી છે. તમારું બાળક જ્યાં રહે છે ત્યાં ગરમી કે ઠંડક બહુ ના હોય એનું ખાસ ધ્યાન રાખો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Premature Babies

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन