Home /News /lifestyle /

મેદસ્વીતા મહિલાઓમાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા પર કઈ રીતે અસર કરે છે? આ 5 મુદ્દાઓ પરથી સમજો

મેદસ્વીતા મહિલાઓમાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા પર કઈ રીતે અસર કરે છે? આ 5 મુદ્દાઓ પરથી સમજો

પ્રતિકાત્મક તસવીર

Obesity affect women: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organisation) મુજબ, 2016 સુધીમાં, વિશ્વમાં 650 મિલિયન પુખ્ત વયના મેદસ્વી લોકો હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ કહ્યું હતું કે સ્થૂળતા વૈશ્વિક સ્તરે મહામારીના પ્રમાણમાં પહોંચી ગઈ છે.

વધુ જુઓ ...
  સ્થૂળતા એટલે કે ઓબેસિટી (Obesity) વ્યક્તિના જીવનની ગુણવત્તાને બગાડે છે અને આના કારણે મહિલાઓ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બને છે. હૃદયના રોગો, સ્ટ્રોક, ટાઇપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુ:ખાવો, અસ્થિવા, અને ડિપ્રેશન જેવી અનેક તકલીફોનો મહિલાઓ ભોગ બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organisation) મુજબ, 2016 સુધીમાં, વિશ્વમાં 650 મિલિયન પુખ્ત વયના મેદસ્વી લોકો હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ કહ્યું હતું કે સ્થૂળતા વૈશ્વિક સ્તરે મહામારીના પ્રમાણમાં પહોંચી ગઈ છે.

  તેથી આ બાબત પર જાગૃતિ લાવવા માટે દર વર્ષે 4 માર્ચને વિશ્વ સ્થૂળતા દિવસ (World Obesity Day) તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્થૂળતા તમારા આરોગ્યના વિવિધ પાસાઓને અસર કરે છે. તો, શું તે સ્ત્રીની બાળકને જન્મ આપવાની ક્ષમતા પર પણ અસર કરે છે? તે અંગે અનેક નિષ્ણાંતો પોતાનો મત વ્યક્ત કરી ચુક્યા છે.

  આ બાબતે બિરલા ફર્ટિલિટી અને IVF ના કન્સલ્ટન્ટ ડૉ. રચિતા મુંજાલ સાથે ચર્ચા કરનાર Onlymyhealth દ્વારા અહેવાલ તૈયાર કરાયો હતો. જેના અંશો અહીં છે.

  Obesity & Women’s Reproductive Health: બન્ને વચ્ચે શું સંબંધ છે?
  સ્થૂળતા સામાન્ય રીતે બોડી માસ ઇન્ડેક્સ (body mass index, BMI) અનુસાર માપવામાં આવે છે. તે વ્યક્તિના વજન (કિલોગ્રામમાં) અને તેની ઊંચાઈ (મીટરમાં) નો ગુણોત્તર છે. સામાન્ય BMI 18.5 અને 24.9 ની રેન્જમાં હોય છે, જે ગર્ભવતી થવા માટે આદર્શ છે. અભ્યાસ મુજબ 29 થી વધુ BMI ધરાવતી સ્ત્રીઓમાં ગર્ભવતી થવાની શક્યતા ઓછી હોય છે. જેમ જેમ આંકડો વધે છે તેમ તેમ તેણીની ગર્ભધારણ કરવાની તકો ઘટી જાય છે.

  30 થી ઉપરનું BMI: મેદસ્વી
  40 કે તેથી વધુનું : ખૂબ વધુ મેદસ્વી
  સ્થૂળતા સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર હાનિકારક અસર કરે છે..
  1. ઓવ્યુલેશન અટકાવે છે
  સ્થૂળતા હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે, જે ઓવ્યુલેશનને અસર કરે છે. કારણ કે જ્યારે તમે મેદસ્વી હોવ ત્યારે તમારા શરીરમાં વધુ ચરબીનો ભાગ હોય છે. આ ચરબીના સ્ટોરેજ એસ્ટ્રોજનને મુક્ત કરે છે, જે સ્ત્રી સેક્સ હોર્મોન છે. તમારું શરીર ગર્ભાવસ્થા સાથે અતિશય એસ્ટ્રોજનને મુક્ત કરે છે અને આમ ઓવ્યુલેશનમાં અવરોધ પેદા થાય છે.

  2. અમિયમિત માસિકચક્ર
  વજન વધવું અથવા ઘટવું તમારા માસિક ચક્ર પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો કરી શકે છે. ઉદાહરણ તરીકે તે તમારા અનિયમિત ચક્રને નિયમિત બનાવી શકે છે અથવા તો તેને રોકી પણ શકે છે. તે તમે ક્યાંથી શરૂ કર્યું અને તમે કેટલું વજન વધાર્યું કે ગુમાવ્યું તેના પર આધાર રાખે છે

  3. ગર્ભપાતના વધુ સંભાવના
  સામાન્ય BMI ધરાવતી સ્ત્રીઓ કરતાં વધુ વજન ધરાવતી સ્ત્રીઓમાં કસુવાવડ એટલે કે ગર્ભપાત થવાની સંભાવના 29% વધુ હોય છે. મેદસ્વી મહિલાઓ માટે જોખમ 73% છે.

  4. પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS)
  સ્થૂળતાનું PCOS સાથે સીધુ કનેક્શન છે, જે મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્યને અસર કરતી સ્થિતિ છે. પીસીઓએસ અનિયમિત સમયગાળો, પુરૂષ સેક્સ હોર્મોન્સનો વધુ પડતો સ્ત્રાવ, ચહેરાના વાળની ​​વધુ પડતી વૃદ્ધિ, વજનમાં વધારો અને વંધ્યત્વ દ્વારા વર્ગીકૃત થયેલ છે.

  5. ફર્ટિલીટી ટ્રીટમેન્ટની અસરમાં ઘટાડો
  ડૉ. મુંજાલ કહે છે કે, સ્થૂળતા તમને ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી ગર્ભવતી થવાની શક્યતાને પણ ઘટાડી શકે છે.

  પ્રેગ્નેન્સી પ્લાન કરતી વખતે વેઈટ મેનેજમેન્ટ
  તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે યોગ્ય વજન નિર્ણાયક છે. ડૉ. મુંજાલે જણાવ્યું હતું છે કે, તમારા BMIને 1 થી 2 પોઈન્ટ સુધી પણ નીચે લાવવાથી ફરક પડી શકે છે. તમારે શું કરવું જોઈએ તે અહીં છે:

  ડોક્ટર સાતે વાતચીત કરો: વજન ઘટાડવાનો પ્લાન ઘડો. આ પ્લાન તમારા શરીર અને ગર્ભાવસ્થાના લક્ષ્યોને અનુરૂપ હોય તે જરૂરી છે.
  ગર્ભાવસ્થા પ્લાન કરતા પહેલા વજનમાં ઘટાડો: જો તમારું વજન વધારે હોય અથવા તમે મેદસ્વી હોવ, તો સગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા વજન ઓછું કરો. 10-15% વજન ઘટાડવું પણ ક્ષમતા સુધારી શકે છે. આવુ કરવું કોઈપણ દવા કે સારવાર વિના ગર્ભવતી થવાની તકો વધારી શકે છે.

  સમતોલ આહાર લો: તમારું ભોજન એ રીતે તૈયાર કરો કે જેમાં તમારા શરીરને તમામ અને પૂરતા પોષક તત્વો મળી રહે. એવા ખાદ્ય પદાર્થો જેમાં ચરબી અને ખાંડનુ પ્રમાણ વધારે હોય તેને અવોઈડ કરો. સારું પ્રોટિન, શાકભઆજી અને ફળોનુ સાવન કરે.

  તમારા પાર્ટનરની હેલ્થનુ ધ્યાન રાખો:સ્થૂળતા તમારા જીવનસાથીની પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે. તે તેના શુક્રાણુની ગુણવત્તા અને જથ્થાને ઘટાડી શકે છે, જે ગર્ભાવસ્થાને અસર કરે છે. તેથી, સગર્ભા થવાનો પ્રયાસ કરતી વખતે તેનું સ્વાસ્થ્ય તમારા જેટલું જ મહત્વપૂર્ણ છે.
  First published:

  Tags: Health care, Health Tips

  આગામી સમાચાર