Home /News /lifestyle /ખરાબ બ્લડ સર્કુલેશનથી પગમાં લીલા નિશાન પડે છે: જાણો અજીબો લક્ષણો, નહીં તો...
ખરાબ બ્લડ સર્કુલેશનથી પગમાં લીલા નિશાન પડે છે: જાણો અજીબો લક્ષણો, નહીં તો...
તરત ડોક્ટરની સલાહ લો.
Health care: ખરાબ બ્લડ સર્કુલેશનને કારણે સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. બ્લડ સર્કુલેશન શરીરમાં સારું થાય એ ખૂબ જરૂરી છે. ખરાબ બ્લડ સર્કુલેશન શરીરમાં થાય ત્યારે તમને અનેક લક્ષણો જોવા મળે છે.
Health care: ખરાબ બ્લડ સર્કુલેશનની સમસ્યાને કારણે લાંબા સમય સુધી તમે હેરાન થાવો છો. એવામાં પગમાં અનેક ઘણી તકલીફો થાય છે. જ્યારે તમારું બ્લડ સર્કુલેશન ખરાબ થાય છે ત્યારે તમારા પગ પર સૌથી પહેલાં અસર દેખાય છે. આ સાથે જ શરીર પર બીજા અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. આ સ્થિતિમાં આ લક્ષણોને તમે ભૂલથી પણ ઇગ્નોર કરશો નહીં. આ માટે તમે પહેલાં આ લક્ષણોને સમજો અને પછી એની સારવાર કરો. તો જાણો કેવી રીતે..
પગમાં બ્લડ સર્કુલેશનની કમીના લક્ષણો- Symptoms of poor blood circulation in legs
માંસપેશિઓમાં બેચેની- Muscle contraction
માંસપેશિઓમાં બેચેની બ્લડ સર્કુલેશનની કમીને કારણે થઇ શકે છે. બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે ત્યારે આ તમારી નસોમાં એક સ્થિરતા લાવવા લાગે છે અને આનાથી આ ભાગનું બ્લડ સર્કુલેશન લગભગ ના થાય એવું થઇ જાય છે. પછી તમે દરેક સમયે બેચેની મહેસૂસ કરો છો.
પગમાં સોજા આવવા પાછળનું એક કારણ ખરાબ બ્લડ સર્કુલેશન પણ હોઇ શકે છે. જો કે બ્લડ સર્કુલેશનની કમીને કારણે ફ્યૂડ કોન્ટટ બ્લડ વેસેલ્સમાં જમા થવા લાગે છે અને આ એક પ્રકારે વોટર રિટેન્શન જેવું લાગે છે. આને કારણે પગમાં સોજા આવવાની સમસ્યા રહે છે.
પગમાં લીલા નિશાન પડવા
પગમાં લીલા નિશાન ખરાબ બ્લડ સર્કુલેશનને કારણે થાય છે. આ લીલા નિશાન ત્યારે થાય છે જ્યારે ત્વચાની નીચેના બ્લડ વેસેલ્સ ચોંટી જાય છે. આ દરમિયાન ફસાયેલું લોહી લીલું પડી જાય છે અને લીલા નિશાન થવા લાગે છે. આમ, તમને ધ્યાન હશે તો અનેક લોકોના પગમાં આ ટાઇપના લીલા નિશાન હોય છે.
આંગળીઓ સુન્ન અને પીળી પડવી
આંગળીઓ સુન્ન અને પીળી પડવી પણ એક ખરાબ બ્લડ સર્કુલેશનની નિશાની છે. લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે અને પગમાં સુન્નતા આવે છે જેના કારણે ઘણી વાર પીળાશ થવા લાગે છે. આ લક્ષણોને ઇગ્નોર કરશો નહીં અને તરત જ ડોક્ટરને બતાવો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આઘારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર