Home /News /lifestyle /આ 4 આદતોને કારણે હાડકાં થઇ જાય છે લાકડી જેવા નબળા, ફ્રેકચર થવાના વધી જાય છે ચાન્સિસ

આ 4 આદતોને કારણે હાડકાં થઇ જાય છે લાકડી જેવા નબળા, ફ્રેકચર થવાના વધી જાય છે ચાન્સિસ

હાડકાં નબળા હોય તો અનેક તકલીફો થાય છે.

How to Improve Bone Health: આજની આ ફાસ્ટ લાઇફની સૌથી મોટી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. ખાસ કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે તમારી આ આદતો તમારા હાડકાંઓને નબળા કરવાનું કામ કરે છે.

લાઇફ સ્ટાઇલ:  લાંબા સમય સુધી જીવન જીવવું હોય તો હાડકાંને મજબૂત રાખવા ખૂબ જરૂરી છે. શરીર ત્યારે જ ફિટ રહે છે જ્યારે પૂરતા પ્રમાણમાં વિટામીન્સ, પ્રોટીન અને ખનિજ ઉપલબ્ધ હોય છે. જ્યાં સુધી હેલ્ધી લાઇફ સ્ટાઇલ આપણે ફોલો કરતા નથી ત્યાં સુધી સ્વાસ્થ્ય પર અનેક ઘણી ખરાબ અસર પડે છે. આપણી હેલ્થમાં મોટા પ્રમાણમાં યોગદાન હાડકાંઓનું હોય છે. હાડકાંઓ આપણાં શરીરને બેલેન્સ કરે છે અને એની મજબૂતી પર આપણે દોડી શકીએ છીએ અને લાંબુ જીવન જીવી શકીએ છીએ.

ઘણી વાર આપણી ખરાબ આદતોને કારણે હાડકાં નબળા થઇ જાય છે અને તૂટવા લાગે છે. આ સાથે ફ્રેક્ચર થવાના ચાન્સિસ વધી જાય છે. ખોટી લાઇફ સ્ટાઇલ, અનહેલ્ધી ડાયટને કારણે આપણાં હાડકાંઓ નબળા પડી જાય છે. તો જાણી લો તમારી આ આદતો વિશે જે તમારા હાડકાંઓનો નબળા કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:વધારે ચા પીવાની આદત હોય તો બંધ કરી દેજો નહીં તો..

કોફી અને ચાનું વધારે સેવન


જે લોકો વધારે માત્રામાં ચા અને કોફીનું સેવન કરે છે એમને હાડકાં સમય પહેલાં નબળા થવા લાગે છે. ચા અને કોફી બન્નેમાં કેફીનની માત્રા હોય છે જે હાડકાં પર અસર કરે છે.

આલ્કોહોલનું વધારે સેવન


શરાબનું સેવન વધારે કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ હાડકાંઓ નબળા થવા લાગે છે. શરાબ પીવાથી હાડકાંમાં કેલ્શિયમ એબ્સોર્બ કરવાની ક્ષમતા ખોઇ દે છે. આ માટે વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરશો નહીં.

આ પણ વાંચો:શરીરમાં આ તકલીફ હોય તો ભૂલથી પણ ના ખાતા ખજૂર

મીઠાનું વધારે સેવન


ઘણાં લોકો રસોઇમાં મીઠાનું સેવન વધારે કરતા હોય છે. મીઠાનું વઘારે પ્રમાણમાં સેવન કરવાથી હાડકાં નબળા થવા લાગે છે.

સોફ્ટ ડ્રિંકનું વધારે સેવન


ગરમીની સિઝનમાં અનેક લોકો સોફ્ટ ડ્રિંકનું સેવન વઘારે કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો ઠંડીની સિઝનમાં પણ સોફ્ટ ડ્રિંકનું સેવન વધારે કરતા હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જે લોકો સોફ્ટ ડ્રિંકનું સેવન વધારે કરે છે એમના હાડકાં નબળા પડવા લાગે છે.


ફિઝિકલ એક્ટિવિટી ઓછી


તમે ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરો છો તો પણ હાડકાં નબળા થવા લાગે છે. આ માટે લાઇફમાં એક્ટિવિટી કરવાની આદત પાડો.










First published:

Tags: Health care tips, Life Style News