Home /News /lifestyle /અચાનક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે ઘરે જ કરો આ ઉપાય: તરત કંટ્રોલ થઇ જશે, નહીં તો હાર્ટ એટેકે....

અચાનક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે ઘરે જ કરો આ ઉપાય: તરત કંટ્રોલ થઇ જશે, નહીં તો હાર્ટ એટેકે....

તરત જ ઘરે આ ઉપાયો કરો.

control Blood pressure suddenly high: આજની આ લાઇફ ફાસ્ટ થવાને કારણે અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોને હાઇ બીપીની તકલીફ હોય છે. જ્યારે બીપી અચાનક વધી જાય અને કંટ્રોલ ના થાય તો એટેક આવવાના ચાન્સિસ વધી જાય છે.

વધુ જુઓ ...
How to control blood pressure: હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓમાં દિવસને દિવસે વધારો થતો જાય છે. હાઇ બ્લડ પ્રેશર થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય ત્યારે અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. આ સાથે જ ઘણી વાર વ્યક્તિને એટેક પણ આવી જાય છે. આ માટે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને સોડિયમની વધારે માત્રાથી ઘણી વાર હાઇ બીપીનું કારણ બની શકે છે. તો જાણો અચાનક વધી જાય ત્યારે કેવી રીતે રાહત મેળવશો.

બીપી વધી જાય ત્યારે તરત જ આ કામ કરો


શ્વાસ લેવાની કોશિશ કરો


જ્યારે તમારું બીપી વધી જાય ત્યારે તમે ગભરાયા વગર શ્વાસ લેવાની કોશિશ કરો. આ સાથે જ સ્ટ્રેસ લેશો નહીં. આમ કરવાથી ઝડપથી કંટ્રોલ થાય છે.

આ પણ વાંચો:H3N2ના કેસ વધી રહ્યા છે ત્યારે આ રીતે બચો

પાણી પીઓ


ઘણી વાર ડિહાઇડ્રેશનને કારણે પણ બ્લડ પ્રેશર હાઇ રહે છે. એવામાં તમે એક ગ્લાસ પાણી પી લો. આમ કરવાથી બીપી કંટ્રોલમાં થઇ જાય છે અને તમને મોટી રાહત મળે છે.

ડાર્ક ચોકલેટ ખાઓ


ડાર્ક ચોકલેટ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. તમારું બીપી જ્યારે અચાનક વધી જાય ત્યારે તમે ખાસ કરીને ડાર્ક ચોકલેટ ખાવાનું શરૂ કરી દો. ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોઇડ હોય છે જે બીપી લો કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટ ઓછી માત્રામાં ખાવાની રહેશે.

આ પણ વાંચો:આટલું જાણી લેશો જ્યૂસ પીવાનું બંધ કરી દેશો

શાવર લો


તમારું બીપી અચાનક વધી જાય છે તો તમે પણ શાવર લો. શાવર લેવાથી બીપી કંટ્રોલમાં જલદી થઇ જાય છે.

એક્સેસાઇઝ કરો


તમને હાઇ બીપીની તકલીફ છે તો તમે દરરોજ વોક કરવા જાવો. આ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. ડોક્ટરો પણ વોકિંગ કરવાની સલાહ આપતા હોય છે. આ સાથે જ તમે ઘરે 15 થી 20 મિનિટ એક્સેસાઇઝ કરવાની આદત પાડો.

આ રીતે જાણો શરીરમાં બીપી વધી ગયુ છે





    • ચક્કર આવવા

    • ચહેરો લાલ થઇ જવો

    • આંખોમાં અંધારા આવવા

    • થાક લાગવો

    • માથુ દુખવુ






  • હાર્ટ બીટ વધી જવા

  • આ સાથે ઘણી વાર પેશાબ અને નાકમાંથી લોહી આવવું.'


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Blood pressure, Exercise, Health care tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો