Home /News /lifestyle /આ સાચી રીતે કાળા મરીનું સેવન કરો, સાંધાના દુખાવાથી લઇને આ સમસ્યાઓમાંથી રાહત મળશે
આ સાચી રીતે કાળા મરીનું સેવન કરો, સાંધાના દુખાવાથી લઇને આ સમસ્યાઓમાંથી રાહત મળશે
કાળા મરીના ફાયદા
Benefits of black pepper: કાળા મરી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. કાળા મરીનું તમે આ પ્રોપર રીતે સેવન કરો છો તો અનેક મોટી-મોટી બીમારીઓ દૂર થાય છે. આમ, કાળા મરીમાં અનેક ગુણો રહેલા છે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં કાળા મરી હોય છે. કાળા મરીનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. કાળા મરી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આર્યુવેદમાં પણ કાળા મરીનું અનેરું મહત્વ રહેલું છે. એક અહેવાલ મુજબ અનેક આર્યુવેદિક દવાઓ અને સીરપમાં કાળા મરીના પાવડરનો ઉપયોગ થતો હોય છે. કાળા મરી રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે હેલ્થને લગતી અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. આમ, જો તમે પણ હેલ્થને લગતી આ સમસ્યાઓથી કંટાળી ગયા છો તો આ રીતે કાળા મરીનો ઉપયોગ કરો. કાળા મરી તમને અનેક ફાયદો પહોંચાડશે.
કાળા મરી અનેક પ્રકારના ગુણોથી ભરપૂર હોય છે. કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કાળા મરીમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે અનેક પ્રકારના સંક્રમણથી બચાવવાનું કામ કરે છે.
કાળા મરીમાં વિટામીન સી પણ હોય છે જે શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થવાથી તમે જલદી જ બીમાર પડી જાવો છો. આ માટે ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે.
સવારમાં ખાલી પેટે કાળા મરી તમે મોંમા રાખીને ચાઓ છો તો ડાયાબિટીસ, એમેનોરિયા, પિરીયડ્સમાં થતા દુખાવામાંથી રાહત થાય છે. આમ, જો તમને પિરીયડ્સ સમયે બહુ દુખાવો થાય છે તો તમે દરરોજ સવારમાં કાળા મરી મોંમા ચાવવાની આદત પાડો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.
સારી ઊંઘ માટે પણ કાળા મરી અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે રાત્રે ઊંઘતા પહેલાં દૂધમાં એક ચમચી સૂંઠ અને કાળા મરીનો પાવડર નાંખીને પીઓ છો તો ઊંઘ સારી આવે છે. આ ઉપાય તમે સાંધાના દુખાવાને દૂર કરવા માટે પણ કરી શકો છો. આ દૂધ પીવાથી સાંધાના દુખાવામાંથી પણ આરામ મળે છે.
કાલા મળીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરીને શરીરમાં બીજા વિટામીન્સની ઉણપને દૂર કરે છે.
માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે રાત્રે ઊંઘતી વખતે એક ચમચી દેસી ઘીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને લેવાથી રાહત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર