Home /News /lifestyle /Reduce Belly fat: પેટની હઠેલી ચરબી ફટાફટ ઓગાળવા પીઓ આ જ્યૂસ, થોડા દિવસમાં રિઝલ્ટ મળી જશે
Reduce Belly fat: પેટની હઠેલી ચરબી ફટાફટ ઓગાળવા પીઓ આ જ્યૂસ, થોડા દિવસમાં રિઝલ્ટ મળી જશે
આ જ્યૂસ ફાયદાકારક છે.
Reduce belly fat: આજનાં આ સમયમાં મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી કંટાળી જતા હોય છે. જો કે દિવસને દિવસે આ સમસ્યાનો શિકાર અનેક લોકો બની રહ્યા છે. આમ, તમે બેલી ફેટને ઓગાળવા ઇચ્છો છો તો આ જ્યૂસ તમારા બેસ્ટ છે.
Reduce Belly fat: આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને બેલી ફેટની સમસ્યા રહેતી હોય છે. આ કારણે અનેક લોકો જીમમાં જતા હોય છે અને સાથે ઘરે કસરત કરતા હોય છે. કસરત કરીને બેલી ફેટ્સને ઓગાળતા હોય છે. આમ, વાત કરવામાં આવે તો અનેક લોકો સ્ટ્રીક ડાયટ ફોલો કરતા હોય છે તેમ છતા જોઇએ એટલું રિઝલ્ટ મળતુ નથી. આમ, તમે બેલી ફેટને સરળતાથી ઓછુ કરવા ઇચ્છો છો તો આ ફૂડ્સનું સેવન કરો. આ ફૂડ્સનું સેવન કરવાથી ઝડપથી બેલી ફેટ પીગળી જાય છે.
ગાજરનો જ્યૂસ અનેક રીતે ફાયદાકારક છે. ગાજરનો જ્યૂસ તમે રૂટિનમાં પીઓ છો તો બેલી ફેટ ઝડપથી ઓગળે છે. આ સાથે જ તમે ગાજરનો જ્યૂસ પીઓ છો તો વજન ઝડપથી ઘટવા લાગે છે.
કોબીજનો જ્યૂસ
કોબીજનો જ્યૂસ તમે રેગ્યુલર પીઓ છો તો ફટાફટ વજન ઉતરી જાય છે. તમને પેટને લગતી કોઇ સમસ્યા છે તો આ રસ તમારા માટે બેસ્ટ છે. આ રસ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ રસ પીવાથી ફેટ ઓગળે છે અને સાથે સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી થાય છે.
બીટનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. બીટના જ્યૂસમાં રહેલા ગુણો તમારા શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે. બીટના જ્યૂસમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, મિનરલ્સ અને ફાઇબર હોય છે જે બેલી ફેટને સરળતાથી ઓગાળવાનું કામ કરે છે. આ જ્યૂસ તમારું વજન પણ ઉતારે છે.
પાલકનો જ્યૂસ
બજારમાંથી ફ્રેશ પાલક લઇ આવો અને એને ધોઇ લો. પછી પાલકનો મિક્સરમાં જ્યૂસ કાઢી લો. પાલકનો જ્યૂસ તમે રેગ્યુલર દિવસમાં એક વાર પીઓ છો તો વજન ફટાફટ ઉતરી જાય છે અને સાથે સ્કિન પર પણ નેચરલ ગ્લો આવે છે. આ જ્યૂસ પીવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર