Home /News /lifestyle /Hangover Cures: પાર્ટીમાં વધી ગયો છે નશો? તો હેંગઓવર ઉતારવા અજમાવો આ ઘરેલું ઉપાયો, 100 ટકા અસરકારક છે
Hangover Cures: પાર્ટીમાં વધી ગયો છે નશો? તો હેંગઓવર ઉતારવા અજમાવો આ ઘરેલું ઉપાયો, 100 ટકા અસરકારક છે
નશો ઉતારવા માટે મધ બેસ્ટ છે.
Hangover Cures: અનેક લોકો 31st ની રાહ જોઇ રહ્યા છે. આ દિવસને અનેક લોકો ધામધૂમથી સેલિબ્રેશન કરી રહ્યા છે. જો કે આ દિવસોમાં અનેક લોકો ખૂબ ડ્રિંક કરી લેતા હોય છે જેના કારણે હેંગઓવર થઇ જતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વિકએન્ડ અને સાથે ન્યૂ યર..આ વર્ષે લોકોને ન્યૂ યર સેલિબ્રેશનમાં મજ્જા પડવાની છે. આ એક એવો માહોલ હોય છે જેમાં મોટાભાગના લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ન્યૂ યર સેલિબ્રેશન કોકટેલ વગર અધૂરો હોય છે. મિત્રોની સાથે મોજ મસ્તી કરવાની આ દિવસે કંઇક અલગ જ મજા આવે છે. પરંતુ આ દિવસના સેલિબ્રેશનમાં અનેક લોકો બહુ વધારે પ્રમાણમાં જ ડ્રિન્ક કરી લેતા હોય છે જેના કારણે હેંગઓવર થઇ જાય છે. આ સાથે જ સ્વાસ્થ્યને પણ અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણી લો તમે પણ ન્યૂ યર પાર્ટી પહેલા હેંગઓવર ઉતારવાની આ સરળ ટિપ્સ વિશે.
હેંગઓવરના લક્ષણો
માથુ દુખવુ, વારંવાર તરસ લાગવી, થાક લાગવો, આંખો લાલ થવી, મસલ્સ પેન, આળસ, ચિંતા એ હેંગઓવરના લક્ષણો હોઇ શકે છે. આ સાથે જ ચક્કર આવવા, મૂડ ચિડીયો થવો પણ હેંગઓવરના લક્ષણોમાં સામેલ છે.
વધારે પીવાથી આ સમસ્યા થઇ શકે છે. આ સાથે જ તમે હેંગઓવર પહેલાં કેટલીક વસ્તુઓ ખાઇ લો છો તો પણ આ તકલીફ થતી હોય છે. આમ, જો તમે સારુ અને સંતુલિત ભોજન કરો છો તો તમારો નશો તમને બહુ વધારે હેરાન નહીં કરે. ખાલી પેટે શરાબ પીવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન પહોંચે છે.
હેંગઓવર ઉતારવાનો ઉપાય
નારિયેળ પાણી પીઓ
હેંગઓવર ઉતારવા માટે નારિયેળ પાણી ફાયદાકારક છે. વઘારે આલ્કોહોલ લેવાને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે.
લીંબુ પાણી હેંગઓવર ઉતારવા માટે સૌથી બેસ્ટ લીંબુ પાણી છે. લીંબુ પાણી સિવાય તમે કેટલાક ખાટ્ટા ફળો પણ ખાઇ શકો છો. આ માટે એક ગ્લાસમાં હુંફાળુ પાણી લો અને એમાં અડધો લીંબુનો રસ નિચોવી લો. આમ કરવાથી નશો ઉતરી જશે.
મધ
મધનું સેવન હેંગઓવર ઉતારવા માટે તમે કરી શકો છો. મધમાં આલ્કોહોલ દ્રારા થતા દુષ્પ્રભાવોને ઓછા કરવાના ગુણો રહેલા છે. આ સાથે જ પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે.
દહીં
દહીં પણ નશો ઉતારવાનું કામ કરે છે. દહીં તમારે પ્લેન ખાવાનું છે,ખાંડ નાખવાની નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર