મધને હૂંફાળા પાણી સાથે પીવાના અનેક ફાયદા છે. તેમાં પણ ખાસ જો તમે મધનું આ પાણી સવારે ભૂખ્યા પેટે કરો છો તો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ નવું વર્ષ આવી રહ્યું છે. અને જો તમે પણ નવા વર્ષની શરૂઆત એક સારા સ્વાસ્થય સાથે કરવાનું વિચારી રહ્યા છો. તો આજથી મધ અને પાણીનો આ ઉપાય શરૂ કરી દો. જેના અનેક ફાયદા છે. આ માટે બસ તમારે રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે અડધા ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીબુંનો જ્યૂસ મિક્સ કરીને પીવાનો છે.
વધુમાં યાદ રાખો કે આ પાણી પીધા પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી કોઇ પણ પ્રવાહી કે ખોરાક ખાવાનું ટાળો. થઇ શકે તો 2 કલાક પછી તમે નાસ્તો કરી શકો છો. આમ વહેલી સવારે આ પીણું પીવાથી તમારા શરીરને અનેક લાભ થશે.
સૌથી પહેલા તો મધ અને લીંબુને હૂંફાળા પાણીમાં પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. વળી આ પીણું તમારા શરીરને અંદરથી ડિટૉક્સ કરે છે. જેનાથી તમારા શરીરની અંદર લીવરમાં રહેલા ઝેરીલા તત્વો સાફ થવામાં મદદ મળે છે.
વળી તેનાથી ત્વચામાં પણ રોનક આવી છે. અને પેટ હળવુ રહે છે તથા કબજિયાતના પ્રશ્નમાં પણ રાહત રહે છે. ખાસ તો માનવામાં આવે છે કે વજન નિયંત્રણ કરવામાં આ પીણું લાભકારક સાબિત થાય છે. રોજ આ પાણી પીવાથી કહેવાય છે કે પેટની ચરબીના થર પણ ઓછા થઇ શકે છે. વળી આ પીણું શરીર માટે સ્વાસ્થયવર્ધક અને હિતકારક સાબિત થઇ શકે છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર