વજન ઝડપથી ઓછું થાય તેવું ઇચ્છો છો? તો ગાજરના જ્યૂસનો આ ફાયદો જાણો

News18 Gujarati
Updated: February 15, 2020, 5:16 PM IST
વજન ઝડપથી ઓછું થાય તેવું ઇચ્છો છો? તો ગાજરના જ્યૂસનો આ ફાયદો જાણો
ગાજર

ગાજર મેટાબોલિઝમ ઠીક કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે

  • Share this:
અનિયમિત દિનચર્યા અને વ્યસ્ત જીવન શૈલીની વચ્ચે સામાન્ય રીતે આપણું વજન વધતું ઘટતું રહે છે. જો કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું વજન પ્રમાણસર રહે. તે સ્વસ્થ રહે. પણ આવું કરવા માટે કસરત, યોગ્ય ડાયેટ જેવી અનેક મહેનત કરવી પડે. ત્યારે આ ભાગતી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે ગાજરનો જ્યૂસ પણ અન્ય પીણા સાથે તમારા સ્વાસ્થય માટે લાભકારી સાબિત થઇ શકે છે.
ગાજર હવે બારે માસ મળે છે. તે તમારી આંખોનું તેજ વધારવા માટે કારગર છે. અને આ વાત વૈજ્ઞાનિકો પણ માની ચૂક્યા છે. કારણ કે ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે. આ સિવાય ગાજર વિટામિન સી, વિટામિન કે, બી 8, કોપર, લોહ જેવા ખનીજ અને વિટામિનથી ભરપૂર હોય છે.

કેટલાક સર્વેમાં તેવું જણાવવામાં આવ્યું છે કે . તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. કારણ કે ગાજરના જ્યૂસમાં ફાઇબર ભરપૂર હોય છે અને કેલેરીની માત્રા ઓછી. જેના કારણે શરીર માટે ગાજરનો જ્યૂસ પીવો લાભકારી સાબિત થઇ શકે.

વળી તે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં, મેમરી સારી કરવામાં અને આંખાની રોશની સારી કરવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. સવારે ગાજરનો જ્યૂસ પીવો સ્વાસ્થય માટે લાભકારી સાબિત થઇ શકે છે. તો જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ગાજરના જ્યૂસનો આ ઉપાય પણ અજમાવી શકો છો.Disclaimer: ઉપરોક્ત તમામ જાણકારી સર્વસામાન્ય છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ઠી નથી કરતું. તેનો અમલ કરતા પહેલા સંબધિત જાણકારની સલાહ લો.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर