ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજ છે તુલસી, તુલસીનો રોજ આટલો પ્રયોગ કરો થશે અનેક ફાયદા

તુલસીનું પાણી પીવાથી થતા ફાયદા

આજે અમે તમને જણાવશું તુલસીનું પાણી પીવાથી થતા ચમત્કારિક ફાયદાઓ વિશે.

 • Share this:
  Health Tips : આપણા દેશમાં તુલસી(basil)ની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીના ઔષધીય ગુણો((Medicinal Value)ના કારણે તેનું સેવન કરવાના અનેક ફાયદાઓ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યા છે. તુલસી અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ પણ સાબિત થાય છે. તુલસીનું સેવન કરવાથી શરદી-ખાંસી (Cold and Cough) જ નહીં પરંતુ પાચન સંબંધિત અનેક સમસ્યાઓમાં પણ રાહત મળે છે. પરંતુ આજે અમે તમને જણાવશું તુલસીનું પાણી પીવાથી થતા ચમત્કારિક ફાયદાઓ વિશે.

  શા માટે ખાસ છે તુલસી

  દરરોજ તુલસીના પાનનું સેવન કરવાથી શરીર ડિટોક્સીફાઇ થાય છે. આ સાથ જ તુલસી શરીરના તાપમાનને પણ કંટ્રોલમાં રાખે છે. નિયમિત તુલસીના પાનનું સેવન કરવાથી વજન પણ ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ વધતું નથી. ચોમાસામાં હળદર(Turmeric) અને તુલસી(Tulsi)નો ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી-ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યા પણ દૂર કરે છે. આ ઉપરાંત દરરોજ ખાલી પેટ તુલસીનું સેવન કરવાથી તમારા પેટના દુ:ખાવા અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે.

  પેટની સમસ્યાથી છૂટકારો મેળવવા આ રીતે કરો તુલસીનું સેવન

  -પેટમાં એસિડિટી હોય તો દરરોજ તુલસીના બેથી ત્રણ પાન ચાવવાથી રાહત મળશે.

  -નારિયેલના પાણીમાં તુલસીના પાનનો રસ અને લીંબુ મિક્સ કરીને પીવાથી પેટના દુ:ખાવામાં રાહત મળે છે.

  -ચા કે ઉકાળામાં તુલસીને મિક્સ કરીને પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે અને સાથે જ ઋતુગત સંક્રમણમાંથી પણ આરામ મળે છે.

  -ભોજનમાં પણ તુલસીના પાનનો રસ અને પાન સામેલ કરવાથી બીમારીઓથી દૂર રહી શકાય છે.

  દરરોજ સવારે તુલસીનું પાણી પીવાના ફાયદાઓ

  -શરદી-ખાંસી અને ગળામાં ખીચખીચ હોય તો તુલસીના પાણી દ્વારા રાહત મળે છે.

  -ડાયાબિટીસના દર્દીઓને પણ તુલસીનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

  - તુલસીનું પાણી નિયમિત પીવાથી ટોક્સિક પદાર્થ શરીરમાંથી બહાર નીકળે છે અને ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

  -આ સાથે પાચન સંબંધિ સમસ્યાઓ જેમ કે કબજીયાત, લૂઝ મોશનમાંથી પણ રાહત મળે છે અને પેટ સ્વસ્થ રહે છે.

  -રોજ સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવો. તે તાવમાં પણ ખૂબ લાભદાયક છે. તેનાથી વાયરલ ઇન્ફેક્શનમાં ખૂબ ફાયદો થાય છે.

  (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
  First published: