Triphala Benefits: પેટની સમસ્યા માટે ત્રિફળા ખૂબ જ લાભદાયી છે, જાણો ત્રિફળાના અનેક ચમત્કારિક ફાયદા

ત્રિફળાના સેવનથી સ્ટ્રેસ ઘટે છે. (Image- Shutterstock)

આમળા, હરિતકી અને બ્લેક માઈરોબલાન આ ત્રણ જડીબુટ્ટી મિશ્ર કરીને ત્રિફળા બનાવવામાં આવે છે. ત્રિફળાને પોલી હર્બલ મેડિસીન (Poly Herbal Medicine) પણ કહેવામાં આવે છે.

  • Share this:
    Triphala Health Benefits: ત્રિફળા (Triphala) એક પારંપરિક ઔષધી (Traditional Medicine) છે. હજારો વર્ષોથી આયુર્વેદમાં ત્રિફળાનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્રિફળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, આ કારણોસર અનેક ઘરમાં ત્રિફળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળા, હરિતકી અને બ્લેક માઈરોબલાન આ ત્રણ જડીબુટ્ટી મિશ્ર કરીને ત્રિફળા બનાવવામાં આવે છે. ત્રિફળાને પોલી હર્બલ મેડિસીન (Poly Herbal Medicine) પણ કહેવામાં આવે છે. હેલ્થશોર્ટ અનુસાર સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, પેટની સમસ્યા દૂર કરવા માટે ત્રિફળા ખૂબ જ લાભદાયી છે. ત્રિફળા એક પાવરફુલ ડિટોક્સિફાયર (Powerful detoxifier)ની જેમ કામ કરે છે. ત્રિફળા પેટ, નાના આંતરડા અને મોટા આંતરડામાંથી વિષાક્ત પદાર્થ દૂર કરવાનું કામ કરે છે. ત્રિફળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

    ત્રિફળા ચૂર્ણના ફાયદા

    પેટ માટે લાભદાયી

    ત્રિફળા કોલોન ટોનર તરીકે પ્રચલિત છે. શરીરમાં કોલોનને મજબૂત કરવામાં ત્રિફળા ખૂબ જ લાભદાયી છે. ત્રિફળા તમારા પાચન તંત્ર (Digestive system)ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. નિયમિત ત્રિફળાનું સેવન કરવાથી કબજિયાત (Constipation)ની સમસ્યાથી રાહત મળે છે.

    ઈન્ફ્લેમેશનને ઓછુ કરે છે

    ત્રિફળામાં એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે, જેનાથી શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. ત્રિફળા ફ્રી રેડિકલ્સ અને ઈન્ફ્લેમેશનથી રાહત આપે છે. નિયમિત ત્રિફળાનું સેવન કરવાથી ડાયાબિટીસ, કેન્સર અને હ્રદય રોગની સમસ્યાથી બચી શકાય છે.

    ત્વચા માટે ખૂબ જ લાભદાયી

    ત્રિફળામાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લામેટરી તત્વ રહેલા છે. નિયમિત ત્રિફળાનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાથી રાહત મળે છે અને ત્વચાના સેલ્સને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે.

    તણાવ અને ચિંતાને ઓછી કરે છે

    નિયમિત ત્રિફળાનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે, કે તણાવ અને ચિંતા (Stress and anxiety) દૂર કરવામાં ત્રિફળા ખૂબ જ લાભદાયી છે. ત્રિફળા તમારા મૂડમાં સુધારો કરવામાં સહાયક છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    Published by:Jay Mishra
    First published: