Benefits of steam: નાસ લેવાથી સ્કિન અને હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. અનેક લોકો રેગ્યુલર નાસ લેતા હોય છે. નાસ લેવાથી સ્કિનની પણ અનેક સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ શું નાસ લેવાથી સૂકી ખાંસીની સમસ્યામાંથી રાહત થાય?
Dry cough problems: શરદી થાય ત્યારે જૂનો અને દેસી ઇલાજ નાસ લેવાનો સૌથી બેસ્ટ છે. પરંતુ સૂકી ખાંસી થાય ત્યારે નાસ લેવાથી કોઇ ફાયદો થાય છે? આ વિશે અનેક લોકોના મનમાં જાતજાતના સવાલો થતા હોય છે. સૂકી ખાંસીની સમસ્યા એક એવી છે જેમાં તમને લાંબા સમયે રાહત થાય છે. પરંતુ સૂકી ખાંસી જ્યારે આવે ત્યારે હેરાન થઇ જવાય છે. આ ખાંસી તમને લાંબા સમય સુધી હેરાન કરી દે છે. આમ આ સ્થિતિમાં નાસ લેવાથી શું ફાયદો થાય? તો જાણો આ વિશે વિસ્તારથી..
સ્ટીમ ઇનહેલેશન..એટલે કે ગરમ પાણીથી નાસ લેવાથી ફાયદો થાય છે. નાસ લેવાથી સાઇનસ સંક્રમણ થવા પર નાક અને નેસલ પેસજને ખોલી જાય છે. માનવામાં આવે છે કે ગરમ પાણીથી નાસ લેવાથી શરદીમાંથી રાહત મળે છે. આ સાથે જ બીજી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે. આમ, માનવામાં આવે છે કે નાસ લેવાથી સૂકી ખાંસીમાંથી થોડી રાહત થાય છે.
નાસ લેવાથી ડ્રાય કફની સમસ્યાથી બચવામાં તમને મદદ કરી શકે છે. આમ, તમને ડ્રાય કફની સમસ્યા છે તો મીઠું અને ફૂદીનાનું તેલથી તમે નાસ લો. આ દરમિયાન તમે માથા પર એક ટોવેલ લપેટી લો જેના કારણે નાસ અંદર વધારે રહે. આ માટે હંમેશા નાસ લો ત્યારે ટોવેલ લપેટવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમને મોટી રાહત થઇ જશે.
ધ્યાન આપવાની સૌથી મોટી વાત એ છે કે તમારે આ પ્રોસેસ વારંવાર કરવાની રહેશે. ઓછામાં ઓછા દિવસમાં 3 વાર નાસ લો. સવારમાં ઉઠો ત્યારે અને ઊંઘતા પહેલાં ખાસ કરીને નાસ જરૂર લો. આ તમને ગળા, નાક અને ફેફસાને શાંત કરવામાં મદદ કરે છે.
નાસ લેવાથી તમને શરદી-ખાંસી જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે નાસ લેવાથી ખીલ જેવી સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર