Health tips: રોજ સવારે જરૂર પીવો એક ગ્લાસ 'Soya Milk' આ દૂધમાં છે જાદુઈ ખૂબીઓ

સોયા મિલ્ક પ્રતિકાત્મક તસવીર

Soya Milk Benefits: સોયાબીન અથવા સોયા પ્રોટીનથી તૈયાર થતા સોયા મિલ્ક તેના પોષક ગુણધર્મોને કારણે ગાયના દૂધનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં ગાયના દૂધ જેટલું જ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટનું સમાન સ્તર જોવા મળે છે.

  • Share this:
Health desk: દૂધએ (Milk) ભારતીયોના જીવનનો (life) ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોઈને સાદું દૂધ પીવાનું પસંદ હોય, તો કોઈ ચામાં દૂધ ઉમેરીને દૂધ પીવે છે. કેટલાક દૂધમાં હળદર મિક્સ કરે છે અને કેટલાક મિલ્કશેક પીવે છે. ઘણા લોકોને નાસ્તામાં સીરિયલ સાથે દૂધનું સેવન કરવું ગમે છે. જોકે મોટાભાગના લોકો દૂધનું સેવન એટલા માટે કરે છે કે, તેઓ વિચારે છે કે દૂધ પીવાથી હાડકાં મજબૂત (Strengthens bones) બને છે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે કેલ્શિયમ ઉપરાંત દૂધમાં ઘણાં પોષક તત્વો પણ છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. દૂધ પીવાથી હૃદય રોગ, અનેક પ્રકારના કેન્સર, મેદસ્વીપણા અને ડાયાબિટીસ જેવા રોગોથી પણ બચવામાં મદદ મળે છે. બજારમાં ઘણા પ્રકારના દૂધ મળે છે અને તે બધાના અલગ-અલગ ફાયદા છે. પરંતુ સોયા મિલ્કની (Soya Milk) પોતાની એક અલગ ઓળખ છે. ચાલો આપણે જાણીએ કે સોયા દૂધ શું છે અને તેનાથી શરીરને કેવી રીતે ફાયદો (Health Benefits Of Soya Milk) થાય છે.

સોયા મિલ્ક

સોયાબીન અથવા સોયા પ્રોટીનથી તૈયાર થતા સોયા મિલ્ક તેના પોષક ગુણધર્મોને કારણે ગાયના દૂધનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં ગાયના દૂધ જેટલું જ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટનું સમાન સ્તર જોવા મળે છે. ઉપરાંત બધા આવશ્યક એમિનો એસિડની હાજરીને કારણે તે સંપૂર્ણ પ્રોટીન તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

સોયા મિલ્કના ફાયદા

- પ્રોટીન અને ચરબીની સાથે ગાયના દૂધમાં કાર્બ્સ જોવા મળે છે. સાથે જ સોયા મિલ્કમાં ગાયના દૂધ કરતા પોષક તત્વો વધારે છે.

- સોયા મિલ્કમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

- સોયા મિલ્કમાં જોવા મળતો એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ કેન્સરનું જોખમ ઘટાડે છે. દરરોજ એક ગ્લાસ સોયા મિલ્ક પીવો એનો અર્થ એ છે કે તમને યોગ્ય રીતે પૂરતા પોષક તત્વો મળી રહ્યા છે.

- સોયા મિલ્ક પીવાથી નબળાઇ અને થાક દૂર થાય છે અને આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે.

- સોયા મિલ્કમાં રહેલા આયર્નના સેવનને કારણે શરીરમાં લોહીની ઉણપ નથી સર્જાતી. આ સાથે જ એનિમિયામાં પણ રાહત આપે છે.




- સોયા મિલ્ક પીવાથી ચરબી ઝડપથી ઓછી થાય છે, જેના કારણે વજન ઓછું થાય છે અથવા નિયંત્રણમાં રહે છે.

- સોયા મિલ્ક હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે.

(Disclaimer: આ લેખમાં આપેલી સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: