Home /News /lifestyle /Health Tips: દરરોજ 5 બદામ અને 10 દ્રાક્ષ પલાળીને ખાઓ, જુઓ તેનાં ચમત્કારિક ફાયદા
Health Tips: દરરોજ 5 બદામ અને 10 દ્રાક્ષ પલાળીને ખાઓ, જુઓ તેનાં ચમત્કારિક ફાયદા
પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાઇ કરો દિવસની શરૂઆત
Health Tips: બ્રેકફાસ્ટ નામ પ્રમાણે દર્શાવે છે કે, રાતભર શરીરે કરેલા ઉપવાસને તોડવો. તેથી તેમાં ડેરી પ્રોડક્ટ (Dairy Product), બદામ (Almonds), ફળો (Fruits) અને પ્રોટીન (Protein) જેવા તમામ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થો હોવા જોઈએ
Healthy Lifestyle: ડોક્ટર્સ કે ડાયટીશિયન દ્વારા હંમેશા નાસ્તા (Breakfast)ને દિવસનું સૌથી મહત્વનું ભોજન કહેવામાં આવે છે. દિવસની શરૂઆત એક સારા અને હેલ્થી નાસ્તા (Healthy Breakfast) સાથે કરવાથી તમારા શરીરને દિવસભર કામ કરવા માટે તાકાત (Energy) મળી રહે છે. બ્રેકફાસ્ટ નામ પ્રમાણે દર્શાવે છે કે, રાતભર શરીરે કરેલા ઉપવાસને તોડવો. તેથી તેમાં ડેરી પ્રોડક્ટ (Dairy Product), બદામ (Almonds), ફળો (Fruits) અને પ્રોટીન (Protein) જેવા તમામ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. કારણ કે દિવસભર વિવિધ કામ કરવા અને ભાગદોડ માટે શરીરને વિવિધ પોષક તત્વોની જરૂર પડે છે, જે આપણને નાસ્તમાંથી મળી રહે છે.
આયુર્વેદ વિશેષક ડો. દિક્ષા ભાવસાર જણાવે છે કે તમારા નાસ્તામાં પલાળેલી બદામ અને દ્રાક્ષ (Benefits of Soaked Almonds & Raisins) સામેલ કરવાથી દિવસને એક હેલ્થી શરૂઆત મળે છે. ઇન્સ્ટાગ્રામ પર બદામ અને કિસમિસની એક સ્નેપ શેર કરીને, ભાવસારે તેમના ફોલોવર્સને તેના ફાયદાઓ વિશે જણાવ્યું હતું. તેણે ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, થોડી પલાળેલી બદામ અને દ્રાક્ષ તમારા દિવસની શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત છે.
પલાળેલી 5 બદામ અને 10 દ્રાક્ષ ખાવાથી તમે આખો દિવસ એનર્જેટીક રહેશો અને સોલ્ટી અને અનહેલ્થી ખોરાક ખાવાની ઇચ્છાથી દૂર રહી શકશો. તેણીએ અમુક ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું. જે નીચે અનુસાર છે
દિવસની શરૂઆતમાં સવારે પલાળેલી દ્રાક્ષ અને બદામ ખાવાથી દિવસભર આપણને એનર્જી મળી રહે છે.
તેનાથી તમારું પેટ ભર્યુ રહેશે અને પીરિયડ્સના દુખાવામાં પણ રાહત આપશે. પાચન માટે બદામ અને દ્રાક્ષ પલાળીને ખાવા સૌથી ફાયદાકારક છે. આપણે સૌ જાણીએ છીએ કે બદામ સારી યાદશક્તિ માટે ખૂબ ફાયદાકારક છે અને પલાળેલી બદામ અને દ્રાક્ષ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામ અને દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ આપણા વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.
-બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ બને છે. -હ્યદય માટે ખૂબ ફાયદાકારક છે. -એસિડીટીની સમસ્યાને દૂર કરે છે. -ચરબી ઘટાડવા માટે પલાળેલી બદામ ખાવી ખૂબ અસરકારક સાબિત થાય છે. -બદામ પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનિઝ, કોપર અને ફાઇબરનો મુખ્ય સ્ત્રોત છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર