સરગવાના પાનમાં હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના ગુણ, જાણો કેટલા છે ફાયદા

સરગવો - ફાઈલ ફોટો

માહિતીનો અભાવ હોવાના કારણે લોકો બધી જ ગુણકારી શાકભાજીનો લાભ લઇ શકતા નથી

  • Share this:
આપણો દેશો ફળ અને શાકભાજીમાં વિવિધતા મામલે પણ વિશ્વમાં ટોચના ક્રમે છે. ભારતમાં માંસાહારની સરખામણીએ શાકાહારી ભોજન વધુ પસંદ કરવામાં આવે છે. જોકે, માહિતીનો અભાવ હોવાના કારણે લોકો બધી જ ગુણકારી શાકભાજીનો લાભ લઇ શકતા નથી. જો તમે પણ ખાવા પીવાના શોખીન હોવ તો આજે તમારા માટે અહીં એક ગુણકારી શાક અંગે માહિતી આપવામાં આવી છે.

આ શાકનું નામ સરગવો છે. જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક અથવા મોરિંગા કહેવાય છે. આપણો દેશ સરગવાનો સૌથી મોટો ઉત્પાદક છે! સરગવાનું વૃક્ષ ખૂબ ઝડપથી વધે છે. તેની સિંગ સાથે પાંદડા અને ફૂલ પણ ખાવામાં ઉપયોગમાં લઇ શકાય છે. આ ત્રણેય ભાગ ખૂબ ગુણકારી હોય છે. સ્વાદિષ્ટ પણ હોય છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટિન અને વિવિધ ફીનોલિક્સ હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

સરગવાની શીંગના લાભ

• સરગવાની શીંગમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે.

• બાળકો માટે તે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત રહે છે.

• ગર્ભવતી મહિલાઓને શીંગ ખાવાથી બાળકને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે.

• તે સ્થૂળતા ઘટાડવા અને શરીરની ચરબી દૂર કરવા મદદ કરે છે.

• ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરમાં રહેલી વધારાની કેલરીને ઓછી કરે છે.

• સરગવાના સેવનથી લોહી સાફ થાય છે.

• સરગવાની સિંગનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને ડિલિવરી સમયે વધુ દુ:ખાવો થતો નથી.

• કેન્સરમાં સરગવો ખૂબ લાભદાયક છે.

• ડાયાબીટીસની તકલીફમાં પણ સરગવો ફળદાયી સાબિત થાય છે.

• હૃદયને સ્વસ્થ રાખે છે.

• લીવર માટે પણ સરગવો લાભદાયી

• રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ સરગવાનો ઉપયોગ થઈ શકે

• ત્વચા માટે પણ સરગવો ગુણકારી

સરગવાના પાંદડાનો આવી રીતે કરો ઉપયોગ

સરગવાનાં પાંદડાંમાં હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના ગુણ હોય છે. હાઈ બ્લડપ્રેશરની તકલીફ ધરાવતા દર્દીઓએ સરગવાના પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવા જોઈએ. જ્યારે પાણી ઉકાળીને અડધું થઈ જાય, ત્યારે ઠંડા કરીને ગાળીને પી લેવા જોઈએ. આ પાણી રોજ પીવાનું નથી. બે દિવસ સુધી સતત પીને તે બંધ કરી દો. જ્યારે બ્લડ પ્રેશર સામાન્ય અથવા ઓછું થઈ જાય ત્યારે સપ્તાહમાં એક જ વાર આવું પાણી પીવો. પ્રેશર ઓછું થયા બાદ બે બે દિવસના ગેપમાં પણ પી શકો છો. તમારે રોજ પ્રેશર માપવાનું રહેશે, જેથી તમને કેટલું ઓછું થયું તેની જાણ રહેશે.
First published: