Home /News /lifestyle /ખસખસના 5 મોટા ફાયદાઓ: રાત્રે ઊંઘ સારી આવે છે, જાણો બીજી કઇ બીમારીઓ દૂર કરે છે
ખસખસના 5 મોટા ફાયદાઓ: રાત્રે ઊંઘ સારી આવે છે, જાણો બીજી કઇ બીમારીઓ દૂર કરે છે
ખસખસમાં અનેક તત્વો હોય છે.
Benefits of poppy seeds: ખસખસ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો તમે પણ ખસખસનું સેવન કરવાનું શરુ કરી દો. તો જાણો બીજા અઢળક ફાયદાઓ પણ..
Benefits of Poppy seeds: ખસખસનું નામ તમે સાંભળ્યુ જ હશે. ઔષધીય ગુણોથી ભરપૂર ખસખસનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ખસખસ તમારી અનેક સમસ્યાઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે. ખસખસમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. ભારતીય રસોડામાં ખસખસનો અનેક રીતે ઉપયોગ થાય છે. ખાસ કરીને ગુજરાતીઓના ફેમસ લાડવામાં ખસખસનો ઉપયોગ થાય છે. લાડવા પર ખસખસ લગાવવાથી મસ્ત લાગે છે. ભારતના અલગ-અલગ દેશોમાં ખસખસનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. તો જાણો આ વિશે તમે પણ..
હેલ્થલાઇનની ખબર અનુસાર ખસખસના બીજમાં અને તેલ માથાનો દુખાવો, ઊંઘ ના આવવી, ખાંસી, અસ્થમા જેવા અનેક રીતે ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં પણ આના ગુણોને માનવામાં આવ્યા છે. ખસખસમાં પ્લાન્ટ ફેટ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ અને આયરનની માત્રા ભરપૂર હોય છે. ખસખસ બ્લોટિંગની સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય એમિનો એસિડ, ફેટ અને કાર્બ પણ હોય છે.
તમને જણાવી દઇએ કે ખસખસમાં કોપરની માત્રા સારી એવી હોય છે, જે ટિશૂ કનેક્ટિવિટી અને આયરન ટ્રાન્સપ્લાન્ટમાં મદદ કરે છે. આ સિવાય ઓમેગા 3 અને ઓમેગા 6 હોય છે જે હાર્ટને લગતી તકલીફોમાંથી છૂટકારો અપાવે છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો તમે ખસખસનું સેવન કરવાનું શરૂ કરી દો.
તમને વધારે માથુ દુખે છે તો તમે ખસખસનું સેવન કરો. આ શરીરને શાંત કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારા મગજને રિલેક્સ કરે છે. આ માટે તમે દૂધમાં તેમજ પાણીમાં નાખીને ખસખસનું સેવન કરી શકો છો.
ખસખસ સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. ખસખસનું સેવન કરવાથી તમારી સ્કિન સોફ્ટ રહે છે અને સાથે નેચરલ ગ્લો આવે છે. ખસખસમાં હીંલિગ પ્રોપર્ટી હોય છે જે સ્કિનને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
એક અહેવાલ અનુસાર મહિલાઓ ખસખસનું સેવન કરે છે તો પ્રજનનની સમસ્યાઓ દૂર થાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર