Home /News /lifestyle /Weight Loss Diet: પોપકોર્ન ખાવાથી ઉતરે છે વજન, જાણો બીજા ફાયદાઓ પણ

Weight Loss Diet: પોપકોર્ન ખાવાથી ઉતરે છે વજન, જાણો બીજા ફાયદાઓ પણ

પોપકોર્ન ખાવાના ફાયદા

Health Benefits of Popcorn: તમારી પોપકોર્ન ખાવી છે પરંતુ તમે અનેક ઘણો વિચાર કરી રહ્યા છો તો હવે તમારે કંઇ જ વિચારવાની જરૂર નથી. તમે પેટ ભરીને હવે પોપકોર્ન ખાઇ શકો છો. તમને જણાવી દઇએ કે પોપકોર્ન ખાવાથી વજન ઘટે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણે મુવી ઘરે જોતા હોઇએ કે પછી મલ્ટીપ્લેક્સમાં. પોપકોર્ન તો બધાને યાદ આવી જ જાય. આ સમયે એટલે કે મુવી જોતા-જોતા પોપકોર્ન ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. પોપકોર્ન એક એવી વસ્તુ છે જે બાળકોથી લઇને મોટાઓ સુધી..એમ દરેક ઉંમરના લોકોને ભાવતી હોય છે. જે લોકો ફિટનેસ બાબતે એકદમ ચુસ્ત હોય છે એ લોકો ક્યારે પણ ખાવાની બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરતા હોતા નથી. અનેક લોકો અલગ-અલગ પ્રકારનું ડાયટ ફોલો કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો એક ટેસ્ટી નાસ્તો એટલે કે પોપકોર્ન પણ તમે વજન ઉતારો ત્યારે ભરપેટે ખાઇ શકો છો? જો તમે આ વિશે અજાણ છો તો ખાસ જાણી લો..

    પોપકોર્ન ખાવાથી તમારું વજન ઓછુ થાય છે કારણકે પોપકોર્ન ફાઇબરથી ભરપૂર હોય છે જેમાં પોલિફેલોનિક કમ્પાઉન્ડ, એન્ટી ઓક્સિડન્ટસ, વિટામીન બી કોમ્પલેક્સ અને મેગ્નેશીયમ જેવા તત્વો હોય છે. પોપકોર્ન એક હેલ્ધઈ હોલ ગ્રેન મીલ છે, જે પૂરી દુનિયામાં લોકપ્રિય છે. પોપકોર્ન એક લાઇટ અને કેલરી ફુડ છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તો જાણો તમે પણ પોપકોર્ન ખાવાથી થતા આ ફાયદાઓ વિશે...

    આ પણ વાંચો: નવરાત્રી પહેલા આ રીતે ચમકાવી દો પીઠ

    ડાયાબિટીસનું જોખમ ઓછુ રહે


    વેબ એમડી ડોટ કોમના અનુસાર હોલ ગ્રેન્સ ખાવાથી તમને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. જો તમે નિયમિત રૂપે આખા અનાજનું સેવન કરો છો તો ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછુ થઇ જાય છે. વિશેષ રૂપથી મિડલ એજ ગ્રુપની મહિલાઓ અને પુરુષો માટે આ સૌથી બેસ્ટ છે.

    હાઇપરટેન્શન


    પોપકોર્ન ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પ્રોબ્લેમ્સ ઓછા થઇ જાય છે. જો તમે મીઠાનું સેવન ઓછુ કરો છો તો હાઇ બ્લડ પ્રેશરનું જોખમ ઓછુ થઇ જાય છે. આ માટે પોપકોર્ન તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

    આ પણ વાંચો:  ઊલટી થાય ત્યારે પી લો આ શરબત

    વજન ઉતારે


    વજન ઉતારવા માટે પોપકોર્ન તમે ખાઇ શકો છો. પોપકોર્ન એ લો કેલરી સ્નેક્સ છે, જે વજન ઉતારવા માટે અનેક રીતે ફાયદાકારક છે. પોપકોર્ન લાઇટ અને ફુલફિલિંગ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Tips for weight loss, Weight loss, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन