Home /News /lifestyle /

દરરોજ બ્રશ કર્યા પછી તરત ખાઓ 'આટલા' પિસ્તા, નહીં વધે કોલેસ્ટ્રોલ અને હંમેશા રહેશે કંટ્રોલમાં

દરરોજ બ્રશ કર્યા પછી તરત ખાઓ 'આટલા' પિસ્તા, નહીં વધે કોલેસ્ટ્રોલ અને હંમેશા રહેશે કંટ્રોલમાં

પિસ્તા ખાવાના ફાયદા

Benefits of pistachios: દરેક લોકોએ રોજ સવારમાં પિસ્તાનું સેવન કરવું જોઇએ. પિસ્તા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે ડેઇલી આ રીતે પિસ્તા ખાઓ છો તો તમારા શરીરને લગતી અનેક બીમારીઓ તમે દૂર કરવાની તાકાત ધરાવો છો.

    લાઇફ સ્ટાઇ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે આપણી લાઇફ સ્ટાઇલમાં અનેક પ્રકારના બદલાવ લાવવા જોઇએ. આ માટે પોષક તત્વોથી ભરપૂર આહાર ખાવો ખૂબ જરૂરી છે. આ માટે તમે તમારા ડાયટમાં ડ્રાયફ્રૂટ્સ, ફળ, શાકભાજી જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર આહારને એડ કરવા જોઇએ. તમને જણાવી દઇએ કે આર્યુવેદ અનુસાર પિસ્તા ખાવાથી કફ, પિત્ત જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. પિસ્તામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન સી જેવા પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. પિસ્તા શરીરને અનેક સમસ્યાઓમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આંખો માટે પોટેશિયમ, વિટામીન સી જેવા તત્વો બહુ જરૂરી છે. તો જાણી લો તમે પણ પિસ્તા ખાવાથી સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે...

    આંખો સ્વસ્થ રહે


    પિસ્તામાં લ્યૂટિન અને જોક્સન્થિન નામનું એન્ટી ઓક્સિડન્ટ તત્વ હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. રોજ ચારથી પાંચ પિસ્તા ખાવાથી તમારી આંખોની રોશની વધે છે અને સાથે તમારા ચશ્માના નંબર પણ ઓછા થાય છે.

    આ પણ વાંચો: હ્રદયરોગ માટે સૌથી વધુ જવાબદાર કોલેસ્ટ્રોલ શું છે?

    કોલેસ્ટ્રોલ ઘટાડે


    હાર્ટને સ્વસ્થ રાખવા માટે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવું એ ખૂબ જરૂરી છે. આનું સ્તર શરીરમાં વધે તો અનેક બીમારીઓનો ખતરો રહે છે. આ માટે તમે રોજ સવારમાં 4 થી 5 પિસ્તા ખાઓ. આ પિસ્તા તમારે સવારમાં ભૂખ્યા પેટે ખાવાના રહેશે એટલે કે પિસ્તા તમારે બ્રશ કર્યા પછી તરત જ ખાઇ લેવા. આ રીતે પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.

    ફાઇબરથી ભરપૂર હોય


    પિસ્તામાં ડાઇટ્રી ફાઇબરની માત્રા બહુ સારી હોય છે. આ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે વજન ઘટાડો છો તો તમારે રોજ પિસ્તા ખાવા જોઇએ. પિસ્તા ખાવાથી તમારું વજન પણ ઘટે છે. આ ફાઇબર ભરપૂર લેવાથી હાર્ટને લગતી બીમારીઓનો ખતરો પણ ઓછો રહે છે.

    આ પણ વાંચો: સ્ત્રીઓ કરતા પુરુષોમાં કેન્સરનું જોખમ વધારે

    ઇમ્યુનિટી વધારે


    તમે રોજ સવારમાં 6 થી 7 પિસ્તા ખાઓ છો તો તમારી ઇમ્યુનિટી સારી વઘે છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય તો તમે બીમાર પણ જલદી પડતા નથી અને હેલ્થ પણ સારી રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन