વજન ઉતારવાથી માંડી રંગ નીખારવામાં મદદ કરશે નારંગી

નારંગીનું નિયમિત સેવન કરતા મસાની બીમારીમાં ફાયદો મળે છે. રક્તસ્રાવ રોકવાની તેમાં અદ્ભુત ક્ષમતા છે

નારંગીનું નિયમિત સેવન કરતા મસાની બીમારીમાં ફાયદો મળે છે. રક્તસ્રાવ રોકવાની તેમાં અદ્ભુત ક્ષમતા છે

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નારંગી તમારા શરીર માટે ખુબજ આરોગ્યવર્ધક છે. એક વ્યક્તિને જેટલાં વિટામીન સીની જરૂર પડે છે તેટલું એક નારંગીનાં સેવનથી પૂર્ણ થાય છે. નારંગીનાં સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ચુસ્તી અને સ્ફૂર્તિ વધારે છે. ત્વચાનો રંગ નીખારે છે. અને તમારા રૂપમાં પણ વધારો કરે છે.

  નારંગીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે. નારંગીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ ફ્રુક્ટોઝ, ડેક્સ્ટ્રોઝ, ખનિજ તથા વિટામિન શરીરમાં પહોંચતા જ ઊર્જા પ્રદાન કરવાનું શરૂ
  કરી દે છે. નારંગી ઝીરો કેલેરી ફૂડ ગણાય છે તે તમને વજન ઘટાડવા માં મદદ કરશે

  1. નારંગીનું સેવન એક તરફ શરદીમાં રાહત પહોંચાડે છે, તો બીજી તરફ સૂકી ખાંસીમાં ફાયદો કરે છે. તે કફને પાતળું કરી બહાર કાઢે છે.
  2. નારંગીનો એક ગ્લાસ રસ તન-મનને શીતળતા પ્રદાન કરી થાક અને તાણ દૂર કરે છે, હૃદય તથા મસ્તિષ્કને નવી શક્તિ તેમજ તાજગીથી ભરી દે છે.
  3. પેટમાં ચૂંકની ફરિયાદ થતા નારંગીનાં રસમાં બકરીનું દૂધ મેળવી પીવાથી ખૂબ ફાયદો થાય છે.
  4. નારંગીનું નિયમિત સેવન કરતા મસાની બીમારીમાં ફાયદો મળે છે. રક્તસ્રાવ રોકવાની તેમાં અદ્ભુત ક્ષમતા છે.
  5. ભારે તાવમાં નારંગીનાં રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછુ થઈ જાય છે. તેમાં હાજર સાઇટ્રિક એસિડ મૂત્ર રોગો અને કિડનીનાં રોગોને દૂર કરે છે.
  6. હૃદય રોગનાં દર્દીને નારંગીનો રસ મધ મેળવી આપવાથી આશ્ચર્યજનક ફાયદો મળે છે.
  7. નારંગીનાં સેવનથી દાંતો અને પેઢાનાં રોગો પણ દૂર થાય છે.
  8. નાના બાળકો માટે તો નારંગીનો રસ અમૃત સમાન છે. તેમને સ્વસ્થ અને હૃષ્ટ-પુષ્ટ બનાવી રાખવા માટે દૂધમાં એક ચતુર્થાંશ ભાગ મીઠી નારંગીનો રસ મેળવી પિવડાવવાથી આ એક આદર્શ ટૉનિકનું કામ કરે છે.
  9. જ્યારે બાળકોનાં દાંત આવતા હોય, ત્યારે તેમને વૉમિટ થતી હોય છે અને લીલા-પીળા ઝાડા થાય છે. તેવા સમયે નારંગીનો રસ આપવાથી તેમની બેચેની દૂર થાય છે અને પાચન શક્તિ પણ વધે છે.
  10. પેટમાં ગેસ, અપચો, સાંધાનો દુઃખાવો, હાઈ બીપી, સંધિવા જેવા રોગમાં પણ સંતરાનું સેવન ખૂબ જ લાભકારક હોય છે.
  Published by:Margi Pandya
  First published: