Home /News /lifestyle /ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ: એસિડિટીથી લઇને આ સમસ્યામાંથી મળે છે છૂટકારો, આ રીતે ખરજવાં પર લગાવો
ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ: એસિડિટીથી લઇને આ સમસ્યામાંથી મળે છે છૂટકારો, આ રીતે ખરજવાં પર લગાવો
લીમડો અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Benefits of Neem blossom: લીમડાનો મોર હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. લીમડાનો મોર ચૈત્રી મહિનામાં પીવાનું અનેક ઘણું મહત્વ રહેલું છે. ચૈત્રી મહિનામાં લીમડાનો મોર પીવાથી અનેક બીમારીઓને તમે દૂર કરી શકો છો.
Health care: હાલમાં ચૈત્ર મહિનો શરૂ છે. ચૈત્ર મહિનામાં લીમડા પર મસ્ત મોર આવે છે. આ મોર પીવાનું અનેક ઘણું મહત્વ રહેલું છે. લીમડાનો મોર પીવાથી સ્કિનથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓ દૂર થાય છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં લોકો વધારે પ્રમાણમાં લીમડાનો મોર પીતા હતા, જો કે હવે મોર પીવાનું પ્રમાણ ઘટતુ જાય છે. તો જાણો તમે પણ લીમડાનો મોર પીવાના ફાયદાઓ..
સ્કિનની સમસ્યાઓ દૂર થાય
ખરજવું, ખંજવાળ, દાદર જેવી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ માટે તમે રોજ સવારમાં ખાલી પેટે લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આમ કરવાથી તમને રાહત થાય છે. આ સાથે જ તમને ખરજવું થયુ છે તો તમે એની પર લીમડાનો મોર લગાવો છો તો રાહત થઇ જાય છે. આ સાથે જ ખંજવાળની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.
તમને ભયંકર એસિડિટીની તકલીફ છે તો દરરોજ એક ગ્લાસ લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આ મોર પીવાથી પેટમાં ઠંડક થાય છે. આ માટે તમે લીમડો આંગણામાં રોપો છો તો તમને ઠંડક મળે છે.
ભૂખ લાગે
તમને ભૂખ લાગતી નથી તો તમે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ. આ મોરનો રસ પીવાથા તમને ભૂખ લાગે છે.
તમને પેટમાં થતી તકલીફથી કંટાળી ગયા છો તો તમે અઠડિયામાં બે વાર લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો. આ મોર પીવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે.
લીમડાનો મોર આ રીતે નિકાળો
આ માટે તમે લીમડાનો મોર લો અને એને તોડી લો. પછી આ મોરને એક વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો. મિક્સરનો જાર લો અને એમાં થોડુ પાણી નાખીને રસ કાઢી લો. આ રસ તમને વધારે કડવો લાગે છે તો તમે અડધી ચમચી મધ પણ એડ કરી શકો છો. ઘણાં લોકો મીઠું પણ નાખતા હોય છે. પરંતુ તમને સ્કિનની તકલીફ છે તો મીઠું નાખવું નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર