મુનક્કાને કિશમિશની જેમ બનાવવામાં આવે છે. બંને વચે થોડા તફાવત છે. મુનક્કાને સુકી દ્રાક્ષથી પણ લોકો ઓળખે છે. આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આની તાસીર ઠંડી હોય છે અને ગળ્યા ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મહિલાઓ માટે મુનક્કા લાભદાયક નીવડે છે. તેમાંમાં કૈટેચિન નામનું એન્ટી-ઓક્સિડેન્ટ અને કેમ્પફેરોલ નામનું ફ્લેવોનાઈડ રહેલું છે, જે કોલન ટ્યૂમરના વિકાસને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પોલીફેનોલિક, ફાઈટોન્યૂટ્રીએન્ટ પણ રહેલા છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. અહીંયા તેના ફાયદાની જાણકારી આપવામાં આવી છે.
તણાવ ઓછો કરે છે
મુનક્કાનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. જ્યારે પણ તમે તણાવનો સામનો કરો છો ત્યારે મીઠી મધુર વસ્તુઓનું સેવન કરવાની જગ્યાએ મુનક્કાનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે.
જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો નાશ્તામાં તમે તેનું સેવન કરી શકો છો. તેમા નેચરલ ગ્લૂકોઝ રહેલું છે. જેનાથી તમને ભરપૂર ઊર્જા મળે છે. તેનાથી તમારી ફેટ બર્ન થાય છે અને ગળ્યું ખાવાની ઈચ્છાને પણ ઓછી કરે છે.
શરીરને મજબૂત બનાવે છે
મુનક્કાનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સની અસરને ઓછી કરી શકાય છે. તમામ અંગ સ્વસ્થ રહે છે. જો તમે લેક્ટોઝ ઈંટોરલેટથી પીડાઈ રહ્યા છો તો તમે તેનુંસેવન કરી શકો છો. સુકી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે જેનાથી હાડકાં મજબૂત બને છે.
આનું સેવન કરવાથી તમારી ત્વચામાં ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે છે અને ત્વચા ઢીલી પડતી નથી. તેનું સેવન કરવાથી તમારા વાળ સ્વસ્થ રહે છે અને ખરતાં નથી.
" isDesktop="true" id="1118244" >
દાંત માટે લાભદાયી
જો તમારા દાંતમાં સડો છે તો તમારે તમારી દૈનિક આહાર પ્રણાલી (Diet) માં મુનક્કા જરૂરથી શામેલ કરવા જોઈએ. તે કેવિટીઝને ઓછી કરે છે અને પેઢાને મજબૂત કરે છે.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર