Benefits Of Meditation: રોજ કરશો મેડિટેશન તો સ્ટ્રેસમાંથી મળશે છૂટકારો, થશે આવા ફાયદા

Benefits Of Meditation: રોજ કરશો મેડિટેશન તો સ્ટ્રેસમાંથી મળશે છૂટકારો, થશે આવા ફાયદા (Image/ Shutterstock)

માત્ર થોડી મિનિટો સુધી પણ મેડિટેશન કરવામાં આવે તો આંતરિક શાંતિનો અનુભવ થાય છે

  • Share this:
જો તમે તણાવગ્રસ્ત અને ચિંતિત છો તો મેડિટેશન કરો. માત્ર થોડી મિનિટો સુધી પણ મેડિટેશન કરવામાં આવે તો આંતરિક શાંતિનો અનુભવ થાય છે. મેડિટેશન કોઇ પણ કરી શકે છે. તે સરળ છે અને તેને કરવાથી મગજ શાંત રહે છે. શરીર રિલેક્સ થાય છે. તમે બહાર ફરવા ગયા હોય કે, બસની મુસાફરી કરી રહ્યા હોય, ડોક્ટરના ઓફિસમાં રાહ જોઇ રહ્યા હોય કે વ્યાવસાયિક મીટિંગમાં વ્યસ્ત હોવ, મેડિટેશન તમે ગમે ત્યાં કરી શકો છો.

સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવે છે

હેલ્થલાઇનની એક રિપોર્ટ અનુસાર મેડિટેશન કરવાથી જીવન પ્રત્યે વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે 3500થી વધુ વયસ્કોને અપાયેલ સારવારની એક સમીક્ષામાં સામે આવ્યું કે, માઇન્ડફુલનેસ મેડિટેશને હતાશાના લક્ષણોમાં સુધાર કર્યો હતો.

તણાવને ઓછો કરે છે મેડિટેશન

હજારો વર્ષોથી મેડિટેશનનો અભ્યાસ કરવામાં આવે છે. મેડિટેશન એક પ્રકારે મન-શરીરની પૂરક ઔષધિ છે. તે વિશ્રામની એક ઊંડી અવસ્થા છે, જે મનમાં શાંતિ ઉત્પન્ન કરે છે. આ દરમિયાન તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો અને ગૂંચવણ ભરેલા એવા વિચારોમાંથી બહાર નીકળો છો, જેનાથી તણાવ પેદા થાય છે. એટલે કે મેડિટેશન તણાવથી દૂર રહેવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો - ગર્ભવતી મહિલાઓએ કયા કામ કરવા જોઈએ અને કયા નહીં? અહી જાણો

યાદશક્તિમાં કરે છે સુધારો

મેડિટેશનમાં તમારા વિચારો વધુ સારા રાખવાની સાથે તમારા મગજને યુવાન રાખવામાં મદદ કરે છે. કિર્તન ક્રિયા મેડિટેશનની એક રીત છે, જે તમારા વિચારોને કેન્દ્રિત કરવા માટે એક મંત્રને આંગળીઓની ગતિ સાથે જોડે છે. વધતી ઉંમરમાં યાદશક્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય ઉંમર સંબંધિત યાદશક્તિની સમસ્યા સામે લડવા સિવાય મેડિટેશન મનાભ્રંશના દર્દીઓમાં ઓછામાં ઓછી આંશિક રૂપથી સ્મૃતિમાં સુધારો કરી શકે છે.

ધ્યાનનો ઉદ્દેશ્ય પોતાના મગજમાં વિચારોના પ્રવાહોને રોકવાનો છે. જોકે તે સરળ નથી. પરંતુ થોડા દિવસો સુધી તમે તેનો અભ્યાસ કરશો તો સરળતાથી કરી શકશો. તેના નિરંતર અભ્યાસથી મનને સ્થિર કરો. ઊંડા અને લાંબા શ્વાસ પર ધ્યાન લગાવો. તેનાથી મગજ ત્યાં ધ્યાન લગાવશે અને વિચારો પર પણ રોક લાગશે. તો ધ્યાન દરમિયાન શરીરને ઢીલું છોડી દો. કોઇ પણ પ્રકારનું દબાણ ન રાખો.
First published: