Home /News /lifestyle /કેસૂડાના ઔષધીય ફાયદા: ગરમીમાં સ્નાન કરવાથી લઇને આ ગંભીર બીમારીઓમાંથી અપાવે છે છૂટકારો
કેસૂડાના ઔષધીય ફાયદા: ગરમીમાં સ્નાન કરવાથી લઇને આ ગંભીર બીમારીઓમાંથી અપાવે છે છૂટકારો
કેસૂડાના ફૂલ આંખોમાં ઠંડક કરે છે.
benefits of kesuda flowers: ગરમીમાં કેસૂડાના ફૂલ બજારમાં સરળતાથી મળી રહે છે. કેસૂડાના પાણીથી તમે સ્નાન કરો છો તો અનેક બીમારીઓમાંથી તમને રાહત મળી જાય છે. આ સાથે જ હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.
Benefits of Kesuda flowers: કેસૂડાના ફૂલ સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. અનેક લોકો ગરમીમાં કેસૂડાના પાણીથી સ્નાન કરતા હોય છે. આ પાણીમાં અનેક ગુણો રહેલા હોય છે. તમારી સ્કિન પર ગરમી બહુ નિકળે છે તો તમે કેસૂડાના પાણીથી સ્નાન કરો છો તો સૌથી બેસ્ટ છે. કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી સ્કિન પરની ગરમી ઓછી થઇ જાય છે અને સાથે તમે રિલેક્સ ફિલ કરો છો. તો જાણો તમે પણ કેસૂડાના ફૂલના આ અઢળક ફાયદાઓ વિશે..
ગરમીમાં કેસૂડાના ફૂલ અનેક જગ્યાએ મળે છે. આ માટે તમે થોડા કેસૂડાના ફૂલ લો અને એને રાત્રે પાણીમાં પલાળી રાખો. પછી આ પાણીથી સવારમાં સ્નાન કરી લો. આમ કરવાથી તમને સ્કિન પર થતી ફોલ્લીઓ ઓછી થઇ જાય છે અને સાથે મોટી રાહત થાય છે. આ પાણીથી તમે બાળકોને પણ સ્નાન કરાવી શકો છો.
કેસૂડાના ફૂલમાં નેચરલ સુગંધ હોય છે. આ ફૂલ તમે રોજ સવારમાં સૂંઘો છો તો તમે રિલેક્સ ફિલ કરો છો. આ સાથે જ તમને શરદી થઇ હોય એમાંથી પણ રાહત મળે છે.
કેસૂડાના ફૂલમાં રહેલી તાકાત તમને માથાના દુખાવામાંથી પણ રાહત અપાવે છે. તમને બહુ માથુ દુખે છે અને તમે આ ફૂલ સૂંઘો છો તો તમને આરામ થઇ જાય છે.
કેસૂડાના ફૂલ તમારા શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. તમારા શરીરમાં લોહી ઓછુ છે તો તમારા માટે કેસૂડાના ફૂલ સૌથી બેસ્ટ છે. કેસૂડાના ફૂલ હેલ્થ માટે ખૂબ ગુણકારી છે.
તમને તાવ વઘારે આવે છે તો તમે કેસૂડાના ફૂલ તમારા માટે બેસ્ટ સાબિત થાય છે. આ માટે તમે કેસૂડાને પાણીમાં પલાળો અને પછી આ પાણીના ઠંડા પોતા મુકો. ઠંડા પાણીના પોતા મુકવાથી તમને આરામ થાય છે.
કેસૂડાના ફૂલ તમે આંખો પર મુકો છો તો તમને ઠંડક થાય છે. તમને જ્યારે આંખો બહુ બળે છે ત્યારે તમે કેસૂડાના ફૂલ ભીના કરીને આંખો પર મુકી દો. રાહત થઇ જશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર