શિયાળામાં ગોળવાળી ચા પીવાનાં છે અઢળક ફાયદા, જાણી લો તેને બનાવવાની રીત

News18 Gujarati
Updated: January 22, 2020, 2:53 PM IST
શિયાળામાં ગોળવાળી ચા પીવાનાં છે અઢળક ફાયદા, જાણી લો તેને બનાવવાની રીત
શિયાળામાં ગોળવાળી ચા પીવાનાં અઢળક ફાયદા છે.

ચાનો સ્વાદ વધારવા માટે આપણે એસાયચી, કાળી મરી, આદું વગેરે નાંખીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ચામાં ખાંડને બદલે ગોળ નાંખીને પીધી છે?

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : સામાન્ય રીતે શિયાળામાં વધારે ચા પીવાતી હોય છે. ચાનો સ્વાદ વધારવા માટે આપણે એસાયચી, કાળી મરી, આદું વગેરે નાંખીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ચામાં ખાંડને બદલે ગોળ નાંખીને પીધી છે? ગોળની ચા પીવાથી અંદરથી ગરમી મળશે અને સાથે સાથે અન્ય ઘણાં ફાયદાઓ પણ મળશે. રહેલા આપણે જોઇએ આવી ચા કઇ રીતે બને છે?

ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલાં 1 કે ડોઢ કપ પાણી ઉકાળો પછી તેમાં આદુ અને એલચી પાઉડર મિક્સ કરો. પછી સહેજ નાનો ટુકડો ગોળ નાખી ગોળ ઓગળી જાય એટલે તેમાં પા ચમચી ચા પત્તી ઉમેરો. પછી આ મિશ્રણને થોડું ઉકાળી દૂધ ઉમેરો. દૂધ સાથે થોડું ઉકાળીને ગરમ-ગરમ પીઓ. દૂધ ઓપ્શનલ છે. તેના વિના પણ તમે આ ચા પી શકો છો.

શિયાળામાં ગોળવાળી ચા પીવાનાં અઢળક ફાયદા છે.  • આવી ચા પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બ્લડ પ્યૂરીફાઈ થાય છે અને મેટોબોલિઝ્મ પણ ઠીક રહે છે. ગોળ તરત જ લોહીમાં ભળતું નથી જેથી તે ખાંડની સરખામણીમાં વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

  • શિયાળામાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગોળની ચાને ડાયટમાં સામેલ કરવાથી ગળા અને ફેફસાના સંક્રમણના ઈલાજમાં લાભકારી રહે છે.
  • ગોળની તાસીર ગરમ હોય છે જેથી તેનું સેવન કરવાથી કફ અને શરદીમાં આરામ મળે છે. શરદી અને કફમાં જો તમે સાદો ગોળ નથી ખાઈ શકતા અથવા તો તમારી ડાયટમાં ગોળને સામેલ નથી કરી શકતા તો ગોળની ચાનું સેવન તમારા માટે અત્યંત લાભકારી છે.

  • ગોળની ચા પીવાથી સ્ત્રીઓને થતી માસિક સંબંધી સમસ્યાઓમાં પણ આરામ મળે છે. પેટના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

  • બહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી લેવલ વધારી શકાય છે. ગોળ સરળતાથી પચી જાય છે અને તેનાથી સુગરનું લેવલ પણ વધતું નથી. આખો દિવસ કામ કર્યા બાદ સાંજે થાક અનુભવાતો હોય તો ગોળની ચા પીવાથી લાભ થશે.

  • ગોળમાંથી આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે સારા પ્રમાણમાં મળે છે. જેથી ગોળની ચા પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પાચન સુધરે છે.


આ પણ વાંચો : શીખો કઇ રીતે બનશે 'કેળાની ચા', અનેક બીમારીઓમાં છે અક્સીર
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर