Home /News /lifestyle /પાવરહાઉસ ફળ છે જામફળ, સવારના આ સમયે ખાવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ કંટ્રોલમાં રહે છે

પાવરહાઉસ ફળ છે જામફળ, સવારના આ સમયે ખાવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ કંટ્રોલમાં રહે છે

જામફળ ખાવાના ફાયદા

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં જામફળ આવવા લાગે છે. જામફળ એક એવું ફ્રૂટ છે જે દરેક લોકોને ભાવતુ હોય છે. ગુલાબી જામફળ પણ ખાવામાં બહુ મીઠા હોય છે. જામફળ ખાવાથી તમે અનેક રોગોને તમારાથી દૂર રાખી શકો છો. જાળફળમાં ફાઇબર, વિટામીન એ, વિટામીન સી, થિયામીન, રિબોફ્લેવિન, કેરાટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જામફળનું ફળ પોલિફેનોલિકથી ભરપૂર હોય છે જે એન્ટિમાઇક્રોબલ ગુણ ધરાવે છે. આ સાથે જ જામફળના પાંદડા એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. આ બધા જ ગુણો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો તમે પણ જામફળના આ ગુણો વિશે.

    આ પણ વાંચો: એક જ મિનિટમાં સાફ કરી દો ગંદો કાંસકો

    કેન્સર સામે લડે


    જામફળ કેન્સર સામે લડવાની તાકાત ધરાવે છે. જામફળમાં લાઇકોપીન જેવા ગુણો હોય છે જે કેન્સરની ગાંઠ સામે લડવામાં મદદ કરે છે. જામફળના પાનનો અર્ક અનેક દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. 2010માં થયેલા એક સંશોધન અનુસાર પ્રોસ્ટેટ કેન્સરની ગાંઠનું કદ જામફળના અર્ક દ્રારા ઘટાડી શકાય છે.

    હૃદય માટે સારું


    સંશોધન અનુસાર જામફળના પાંદડાની ચા સારા કોલેસ્ટ્રોલને સંતુલિત રાખીને એલડીએ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિરાઇડ્સને ઘટાડવાનું કામ કરે છે. કેટલાક અભ્યાસો પરથી એ વાત જાણવા મળી છે કે જામફળના પાંદડાની ચા જેમને આઠ અઠવાડિયા સુધી પીધી હતી એમનામાં કોલેસ્ટ્રોલ, લિપોપ્રોટીનનું સ્તર અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ ઓછુ હતુ. જામફળના ફળમાં પોટેશિયમ અને ફાઇબરનું પ્રમાણ સારું હોય છે જે બ્લડ પ્રેશર અને બ્લડ લિપિડને નિયત્રિંત કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: શું તમે જણો છો એક રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ?

    આંતરડા માટે સારું


    જામફળ ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જામફળ તમે ભોજન પહેલા અને ખાલી પેટે ખાઓ છો તો આંતરડા અને પાઇલ્સ માટે અનેક રીતે ફાયદાકારક છે. જામફળ ખાવાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.

    કયા સમયે જામફળ ખાવાથી હેલ્થને ફાયદો થાય


    જામફળ ખાવાનો પણ એક સમય હોય છે. જામફળ તમે સવારમાં વહેલા અથવા તો લંચ પહેલાના નાસ્તામાં ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. માનવામાં આવે છે કે જામફળ તમે સવારના 7 થી 9 વાગ્યાની વચ્ચે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ રીતે જામફળ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. જો કે આ વિશે અનેક લોકો અજાણ હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन