Home /News /lifestyle /ગુણોની ખાણ છે લીલા ટામેટા, ફાયદાઓ જાણીને તમે પણ આજથી ખાવાનું શરૂ કરી દેશો

ગુણોની ખાણ છે લીલા ટામેટા, ફાયદાઓ જાણીને તમે પણ આજથી ખાવાનું શરૂ કરી દેશો

ટોમેટો ખાવાથી હેલ્થને ફાયદાઓ થાય છે.

Benefits of green tomato: લીલા ટામેટા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એક અહેવાલ અનુસાર દરેક લોકોએ રોજ એક લીલુ ટામેટુ ખાવુ જોઇએ. લીલા ટામેટા ખાવાથી હેલ્થ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે.

Benefit of green tomato: ટામેટા એક એવું શાકભાજી છે કોઇ પણ રીતે તમે ખાઇ શકો છો. ટામેટામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ખાસ કરીને ટામેટાની ગ્રેવી બનાવવામાં આવે છે પંજાબી સબ્જીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. આ સાથે જ તમે ટામેટાનું શાક, સલાડ તેમજ બીજી અનેક રેસિપી તૈયાર કરી શકો છો. ટામેટામાં અઢળક પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ શું તમે જાણો છો લીલા ટામેટાના આ અઢળક ફાયદાઓ વિશે? લીલા ટામેટાના આ ફાયદાઓ જાણીને તમે પણ આજથી ખાવાનું શરૂ કરી દેશો.

આ પણ વાંચો:કાળામરીના તેલના આ ફાયદાઓ જાણીને છક થઇ જશો

લાલ ટામેટા કરતા પણ લીલા ટામેટામાં વધારે ગુણો હોય છે. લીલા ટામેટામાં વિટામીન, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયરન સહિતના અનેક તત્વો હોય છે. લીલા ટામેટામાં મળતા પોષક તત્વો હેલ્થને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ઘરાવે છે. લીલા ટામેટા ખાવાથી આંખોની રોશની પણ તેજ થાય છે. લાલ ટામેટા કરતા લીલા ટામેટા સ્વાદમાં થોડા ખાટ્ટા હોય છે. આમાંથી તમે અથાણું પણ બનાવીને ખાઇ શકો છો.

લીલા ટામેટાના ફાયદાઓ



  • લીલા ટામેટા વિટામીન સીથી ભરપૂર હોય છે. લીલા ટામેટામાં એન્ટી ઓક્સિડનટ્સ હોય છે. આ બન્ને પોષક તત્વોને કારણે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને સાથે જ તમારી હેલ્થ સારી થાય છે.


આ પણ વાંચો:આડેધડ દવાઓ લેવાની આદત છે તો બંધ કરી દેજો નહીં તો..



    • તમારા હાડકાં નબળા છે અને બોડીમાં દુખાવો થાય છે તો લીલા ટામેટાનું સેવન કરવુ જોઇએ. લીલા ટામેટા વિટામીનથી ભરપૂર હોય છે, જે હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે જ ડેન્સિટી વધારે છે.

    • તમારા આંખોની રોશની નબળી છે તો રોજ એક લીલુ ટામેટું ખાવાનું શરૂ કરી દો. બીટા કેરાટીનથી ભરપૂર લીલા ટામેટા હેલ્ધી વ્હાઇટ સેલ્સ બનાવીને આંખોને હેલ્ધી કરે છે.






  • લીલા ટામેટાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. આમાં સોડિયમની માત્રા ઓછી હોય છે અને સાથે પોટેશિયમની માત્રા વઘારે હોય છે જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Life style, Tomato