રોજ સવારે પીવો ગ્રીન કોફી, ડાયાબિટીસથી લઇને બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

નિયમિત ચા કે કોફીની જગ્યાએ તમે ગ્રીન કોફી પીવો છો તો તમારા બ્લડમાં શુગરની માત્રા ઓછી કરી શકો છો

નિયમિત ચા કે કોફીની જગ્યાએ તમે ગ્રીન કોફી પીવો છો તો તમારા બ્લડમાં શુગરની માત્રા ઓછી કરી શકો છો

 • Share this:
  અત્યાર સુધી આપણે સાંભળ્યુ છે કે કોફી (Coffee)માં રહેલ કેફીન (Caffeine) આપણા સ્વાસ્થ્ય (Health) માટે નુકસાનર કારક છે. ખાસ કરીને જેને અમિનિયાની સમસ્યા છે, તેમને તો કોફી ખૂબ હાનિ પહોંચાડી શકે છે. કોફીમાં રહેલ કેફીન શરીરમાં આયરનને અવશોષણને ઓછું કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રીન કોફીમાં કેફીન ના બરાબર હોય છે. જેના કારણે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી. હેલ્થલાઇન અનુસાર, હકીકતમાં ગ્રીન કોફી અનરોસ્ટેડ રો કોફી બીન્સમાંથી બને છે. જેમાં હાઈ એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે, જેના ઘણા ફાયદા (Benefits) છે. સંશોધનોમાં સામે આવ્યું છે કે, તેના ઉપયોગથી આપણે વજન પણ ઘટાડી શકીએ છીએ. તમે ગ્રીન ટીના ફાયદાઓ અને સ્વાસ્થ્યય વર્ધક અસરો વિશે પણ સાંભળ્યું હશે. વજન ઘટાડવા માંગતા લોકો માટે ગ્રીટી ખૂબ ફાયદાકારક છે, તેવી જ રીતે ગ્રીન કોફી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો આવો જાણીએ તેનાથી થતા અન્ય ફાયદાઓ વિશે.

  વજન ઘટાડવામાં મદદરૂપ

  જો આપણે સવારે નોર્મલ ચા કે કોફીની જગ્યાએ ગ્રીન કોફીનું સેવન કરીએ તો તેનાથી વજન ઘટાડી શકાય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે ગ્રીન કોફી બીન્સના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

  મુનક્કા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, તમારી ડાયટમાં કરો શામેલ

  એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર

  ગ્રીન કોફી બીન્સમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તે એજીંગગ પ્રોસેસને પણ ઓછી કરે છે અને સ્કીન અને વાળને પણ ઘણી સમસ્યાઓથી બચાવે છે.

  ડાયાબિટિસ કન્ટ્રોલ કરશે

  નિયમિત ચા કે કોફીની જગ્યાએ તમે ગ્રીન કોફી પીવો છો તો તમારા બ્લડમાં શુગરની માત્રા ઓછી કરી શકો છો. સંશોધન અનુસાર તેના નિયમિત સેવનથી ટાઇપ ટૂ ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે.

  ઘરમાં કીડી-મકોડા અને ઉંદર થઇ ગયા છે? આ રહી તેનાથી છુટકારો મેળવવા માટેની કેટલીક ટીપ્સ

  બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે

  જો તમે હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન છો તો તમારા માટે આ કોફી ઉપયોગી સાબિત થઇ શકે છે. તેના સેવનથી તમારા બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે. આ રીતે તેના સેવનથી તમે હાર્ટ એટેક, ક્રોનિક ફેઈલ્યર જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો.

  એનર્જીથી ભરપૂર

  ગ્રીન કોફી બીન્સમાં ક્રોનોલોજીકલ એસીડ હોય છે, જે મેટાબોલિઝમને વધારે છે. મેટાબોલિઝમ જળવાઇ રહેવાથી તમારા શરીરમાં એનર્જીનો સંચાર સરખી રીતે થાય છે.
  First published: