Home /News /lifestyle /દૂધમાં આ એક વસ્તુ મિક્સ કરીને પી લો, તરત દેખાશે અસર; રાતોરાત વધી જશે ઇમ્યુનિટી

દૂધમાં આ એક વસ્તુ મિક્સ કરીને પી લો, તરત દેખાશે અસર; રાતોરાત વધી જશે ઇમ્યુનિટી

દૂધ એ પોષક તત્વોનો ખજાનો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Health Benefits Of Ghee Milk: મોટાભાગના લોકોને રાત્રે સૂતી વખતે દૂધ પીવું ગમે છે. જો તમે દૂધમાં એક ચમચી ઘી ભેળવીને દરરોજ પીશો તો તેનાથી બમણો ફાયદો થશે. દૂધમાં ઘી ભેળવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ચાલો તમને જણાવીએ તેના અન્ય લાભ વિશે...

વધુ જુઓ ...
Ghee Milk Benefits: દૂધ અને ઘી સદીઓથી આપણા ખાન-પાનનું અભિન્ન અંગ છે. નાના બાળકો હોય કે વડીલો દરેકને દૂધ પીવું ગમે છે. દૂધમાં રહેલા કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આયુર્વેદના નિષ્ણાતોનું માનવું છે કે જો તમે રાત્રે જમ્યા પછી એક ગ્લાસ દૂધ પીઓ તો તમારું સ્વાસ્થ્ય સારુ રહે છે.

આનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવામાં આવે તો સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળી શકે છે. જો હુંફાળા દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવામાં આવે તો તમે થોડા જ દિવસોમાં સ્વસ્થ બની શકો છો.

આ પણ વાંચો :  Rice Tea: અહીં મળે છે ચોખાની ચા, ડાયાબિટીસ માટે છે રામબાણ, બીજા અનેક ફાયદા

દૂધ અને ઘીનું મિશ્રણ ખૂબ જ સારું માનવામાં આવે છે અને આ બંને વસ્તુઓમાં રહેલા પોષક તત્વો શરીરને રાતોરાત પાવરફુલ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એક અહેવાલ મુજબ, રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાંખીને પીવાથી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઝડપથી મજબૂત થાય છે અને પાચન સંબંધી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

દૂધમાં પ્રોટીન, ચરબી અને ટ્રિપ્ટોફેન નામનું સંયોજન હોય છે, જે આપણા શરીરમાં પહોંચીને સેરોટોનિનમાં પરિવર્તિત થાય છે. આ આપણા શરીરની નસોને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. ઘી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર માત્રા હોય છે. બંનેને સાથે પીવાથી સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો :  લગ્નની સિઝન થઇ ગઇ શરૂ: ક્યાં જઇ રહ્યા છો હનીમૂન માટે? બહુ વિચારશો નહીં, આ ટોપ 5 ડેસ્ટિનેશન છે બેસ્ટ

શરદી અને ઉધરસમાં રાહત આપે છે


જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો દૂધમાં ઘી ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ એક આયુર્વેદિક નુસ્ખો છે. તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગરમ દૂધમાં ઘી ઉમેરવાથી તમારું મેટાબોલિઝમ સુધરે છે અને પાચનક્રિયા સુધરે છે. આ મિશ્રણમાં રહેલા એન્ઝાઇમ ખોરાકના પાચનમાં મદદ કરે છે અને તમારા શરીરને સ્વસ્થ રાખે છે. જો તમે પણ રોજ દૂધ પીને સૂઈ જાઓ છો તો તમે આ આયુર્વેદિક નુસ્ખો અજમાવી શકો છો.


સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક


જે મહિલાઓ ગર્ભવતી હોય છે, જો તેઓ દૂધમાં ઘી ભેળવીને પીવે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો વિકાસ વધુ સારી રીતે થશે. જો કે, આ કરતા પહેલા, ડૉક્ટરની સલાહ લો. આમ તો દરેક ઉંમરના લોકો તેને દૂધમાં મિક્સ કરીને પી શકે છે, પરંતુ જેમને કોઈ પણ પ્રકારની બીમારી હોય તેમણે સાવધાન રહેવું જોઈએ. સ્વસ્થ લોકો આ નુસ્ખો સરળતાથી અજમાવી શકે છે.
First published:

Tags: Ayurvedic health tips, Health care tips, Health Tips, Milk દૂધ

विज्ञापन